વ્યાપાર

આ તહેવારોની સિઝનમાં નિસાને સીએનજી મોબિલિટીને બનાવી વધુ સુલભ

ગુરુગ્રામ : આ તહેવારોની સિઝનમાં નિસાન મોટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ એ પોતાના ગ્રાહકોને ખુશીની વધુ એક તક આપી છે. કંપનીએ મેગ્નાઇટ અને ગ્રેવાઇટના પસંદગીના વેરિઅન્ટ્સમાં કોઈપણ વધારાના ચાર્જ વિના સીએનજી રેટ્રોફિટમેન્ટ કિટ લગાવવાનો વિકલ્પ રજૂ કર્યો છે. આ મર્યાદિત સમયની ઓફરથી પરિવારો માટે સીએનજી નો વિકલ્પ અપનાવવો વધુ સરળ બનશે. આ ઓફર હેઠળ ગ્રાહકોને મેગ્નાઇટના પસંદગીના વેરિઅન્ટ્સ માટે ₹7,999ની કિંમતની સીએનજી રેટ્રોફિટમેન્ટ કિટ અને ગ્રેવાઇટ માટે ₹8,599ની કિંમતની સીએનજી રેટ્રોફિટમેન્ટ કિટ લગાવવાની તક મળશે. સરકાર દ્વારા પ્રમાણિત આ રેટ્રોફિટમેન્ટ કિટ સાથે સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ વોરંટી ઉપરાંત 3 વર્ષ/1,00,000 કિલોમીટરની થર્ડ-પાર્ટી વોરંટી પણ આપવામાં આવશે.
નિસાન ગ્રેવાઇટમાં સ્માર્ટ ટ્વિન-સિલિન્ડર સીએનજી સોલ્યુશન (2×25 લિટર) આપવામાં આવ્યું છે, જે આ સેગમેન્ટમાં પોતાની રીતે એક અનોખી સુવિધા છે. તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે 7-સીટર તરીકેની સુગમતા જળવાઈ રહે અને કાર રોજિંદા ઉપયોગ માટે પણ અનુકૂળ રહે. આ ઓફર નિસાન મેગ્નાઇટના પસંદગીના નોન-ટર્બો વેરિઅન્ટ્સ (VISIA MT, VISIA EZ-SHIFT અને VISIA+ MT સિવાય) તેમજ નિસાન ગ્રેવાઇટના ટેક્ના વેરિઅન્ટ્સ પર 16 નવેમ્બર, 2026 સુધી ઉપલબ્ધ છે. આ ઓફર ભારતીય પરિવારો માટે વ્યવહારુ અને કિફાયતી મોબિલિટીના વિકલ્પોને વધુ સુલભ બનાવવાની દિશામાં નિસાનના ધ્યાનને દર્શાવે છે. નિસાન ગ્રેવાઇટ અંગે કંપનીનો આ વિચાર ગ્રેવાઇટની લોન્ચ ફિલ્મમાં પણ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં ભારતના સાંસ્કૃતિક વૈવિધ્યના વિવિધ પાસાઓની ઉજવણી કરવામાં આવી છે, જે પરિવાર અને સાથે મળીને કરવામાં આવતી મુસાફરી દ્વારા એકબીજા સાથે જોડાય છે. આ ફિલ્મ નિસાન ઇન્ડિયાની YouTube ચેનલ પર ઉપલબ્ધ છે.
વધુ માહિતી માટે કૃપા કરીને મુલાકાત લો: www.nissan.in

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button