વ્યાપાર

ગ્રીન બિલ્ડિંગથી નેટ ઝીરો તરફ: સીઆઈઆઈ-આઈજીબીસીની ગ્રીન બિલ્ડિંગ કોંગ્રેસ 2026 ભારતના ટકાઉ ભવિષ્યને આકાર આપશે

ગ્રીન બિલ્ડિંગથી નેટ ઝીરો તરફ: સીઆઈઆઈ-આઈજીબીસીની ગ્રીન બિલ્ડિંગ કોંગ્રેસ 2026 ભારતના ટકાઉ ભવિષ્યને આકાર આપશે
ભારતમાં બિલ્ટ એન્વાયર્નમેન્ટ એટલે કે બાંધકામ ક્ષેત્રનો ઝડપથી થઈ રહેલો વિસ્તાર જોતાં, ગ્રીન બિલ્ડિંગ કોંગ્રેસ 2026માં દેશના વિકસતા ગ્રીન-બિલ્ડિંગ ક્ષેત્રને સરકાર, ઉદ્યોગ, નાણાંકીય ક્ષેત્ર અને વૈશ્વિક ટકાઉ વિકાસ ક્ષેત્રના અગ્રણીઓ સાથે એક મંચ પર લાવવામાં આવશે, જેથી ઓછા કાર્બનવાળા ભવિષ્ય તરફના પરિવર્તનને વેગ આપી શકાય
મુંબઈ, 19 ઓગસ્ટ 2026: સીઆઈઆઈ-ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ (આઈજીબીસી) દ્વારા તેની વાર્ષિક ગ્રીન બિલ્ડિંગ કોંગ્રેસ (જીબીસી)ની 24મી એડિશનનું આયોજન 26થી 28 નવેમ્બર 2026 દરમિયાન મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવશે.
ગ્રીન અને નેટ ઝીરો બિલ્ટ એન્વાયર્નમેન્ટ અંગેના વિશ્વના અગ્રણી કાર્યક્રમ તરીકે યોજાનારી આ ગ્રીન બિલ્ડિંગ કોંગ્રેસની થીમ “Forging a Sustainable Future – Do Good, Feel Good. Building Greener Worlds Together” રાખવામાં આવી છે. આ કાર્યક્રમમાં સરકાર, ઉદ્યોગ, નાણાંકીય ક્ષેત્ર, શૈક્ષણિક જગત અને વૈશ્વિક ગ્રીન બિલ્ડિંગ સમુદાય એકત્ર થશે. અહીં ભારત કેવી રીતે ગ્રીન બિલ્ડિંગને વધુ ઝડપથી અપનાવી શકે અને ઓછા કાર્બનવાળા તેમજ આબોહવા પરિવર્તન સામે ટકી શકે તેવા ભવિષ્ય માટેના ઉકેલોને મોટા પાયે અમલમાં કેવી રીતે મૂકી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવશે.
છેલ્લા 25 વર્ષમાં ભારતમાં ગ્રીન બિલ્ડિંગ ક્ષેત્રનો નોંધપાત્ર વિકાસ થયો છે. આઈજીબીસી પાસે હાલમાં 20,000થી વધુ નોંધાયેલા પ્રોજેક્ટ્સ છે, જે કુલ 16.33 અબજ ચોરસ ફૂટના ગ્રીન બિલ્ડિંગ ક્ષેત્રને આવરી લે છે. આ વિશ્વમાં બીજા ક્રમનું સૌથી મોટું ગ્રીન બિલ્ડિંગ ક્ષેત્ર છે. અત્યાર સુધી ગ્રીન બિલ્ડિંગ કોંગ્રેસમાં 2 લાખથી વધુ લોકો ભાગ લઈ ચૂક્યા છે, જે આ અભિયાનના વધતા વ્યાપ અને તેમાં જીબીસીની ભૂમિકા દર્શાવે છે.
સીઆઈઆઈ-ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલના નેશનલ ચેરમેન સી. શેખર રેડ્ડીએ જણાવ્યું હતું કે, “ભારત તેના વિકાસના પ્રવાસમાં એક નિર્ણાયક તબક્કે છે. આપણે નવા શહેરો અને માળખાગત સુવિધાઓનું નિર્માણ કરી રહ્યા છીએ, જે આગામી અનેક દાયકાઓ સુધી દેશને આકાર આપશે. આપણી સામે સવાલ એ નથી કે આપણે નિર્માણ કરવું જોઈએ કે નહીં, પરંતુ આપણે કેટલી જવાબદારીપૂર્વક નિર્માણ કરી શકીએ તે છે. ટકાઉ વિકાસ હવે માત્ર નિષ્ણાંતો વચ્ચેની વિશેષ ચર્ચાનો વિષય ન રહે, પરંતુ દરેક વિકાસલક્ષી નિર્ણયનો મૂળભૂત હિસ્સો બનવો જોઈએ.
“છેલ્લાં 25 વર્ષથી સીઆઈઆઈ-આઈજીબીસી સરકારો, વ્યવસાયો, વ્યાવસાયિકો અને નાગરિકોમાં આ સમજણ વિકસાવવા માટે કામ કરી રહ્યા છે. ગ્રીન બિલ્ડિંગ કોંગ્રેસ આ સામૂહિક જવાબદારીને એક મંચ પર લાવે છે અને હિતધારકોને જ્ઞાનની આપ-લે, સહયોગ અને સંકલ્પને વાસ્તવિક કામગીરીમાં ફેરવવાની તક પૂરી પાડે છે. હું તમામ હિતધારકોને જીબીસી 2026માં જોડાવા અને આવનારી પેઢીઓ માટે વધુ સ્વસ્થ, વધુ મજબૂત અને ટકાઉ સ્થળોના નિર્માણ તરફ ભારતની યાત્રાનો હિસ્સો બનવા આમંત્રણ આપું છું.”
સીઆઈઆઈ-ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલના નેશનલ વાઇસ ચેરમેન એ.આર. ઉન્નીકૃષ્ણને જણાવ્યું હતું કે, “ભારતની ગ્રીન બિલ્ડિંગ યાત્રાના આગામી તબક્કામાં માત્ર પ્રતિબદ્ધતા પૂરતી નહીં રહે, પરંતુ તેને મોટા પાયે અમલમાં મૂકવાની જરૂર છે. વ્યક્તિગત પ્રોજેક્ટ્સથી આગળ વધીને શહેરો અને માળખાગત સુવિધાઓમાં વ્યાપક પરિવર્તન લાવવું પડશે. આ માટે ઉદ્યોગ, સરકાર, નાણાંકીય ક્ષેત્ર, ટેક્નોલોજી અને શૈક્ષણિક ક્ષેત્ર વચ્ચે વધુ મજબૂત સહયોગ જરૂરી છે. તેની સાથે ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતા અને નેટ ઝીરો ઉકેલોને પણ વ્યાપક પ્રમાણમાં અપનાવવા પડશે. ગ્રીન બિલ્ડિંગ કોંગ્રેસ 2026 આ પરિવર્તનને વેગ આપવા માટે જરૂરી વિચારો, નવીનતા અને ભાગીદારીને એકસાથે લાવશે. આ સાથે વૈશ્વિક જ્ઞાનને ભારત માટે ઉપયોગી, મોટા પાયે અમલમાં મૂકી શકાય તેવા અને અસરકારક ઉકેલો સાથે જોડશે.”
ગ્રીન બિલ્ડિંગ કોંગ્રેસ 2026માં ગ્રીન બિલ્ડિંગ એક્સ્પો ઉપરાંત 3,000થી વધુ પ્રતિનિધિઓ, 10,000થી વધુ બિઝનેસ મુલાકાતીઓ, 150થી વધુ વિચારશીલ અગ્રણીઓ તથા 100થી વધુ સંસ્થાકીય અને ઉદ્યોગ ભાગીદારો જોડાય તેવી અપેક્ષા છે. ગયા વર્ષની એડિશનમાં 1,000થી વધુ બીટુબી બેઠકો યોજાઈ હતી અને ત્રણ દિવસના કાર્યક્રમમાં 8,000થી વધુ પ્રતિનિધિઓ તથા મુલાકાતીઓએ ભાગ લીધો હતો. આ આંકડા જ્ઞાનના આદાન-પ્રદાન, ગ્રીન ક્ષેત્રમાં નવીનતા અને ઉદ્યોગો વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપવામાં જીબીસીની વધી રહેલી ભૂમિકા દર્શાવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button