ધર્મ દર્શન

પુનિયાદ ગામે નવીન બનાવેલ મુક્તિધામ માં પ્રથમ અંતિમ ક્રિયા કરતા પહેલા સરપંચ દ્વારા સત્યનારાયણ ની કથા કરવામાં આવી

પુનિયાદ ગામે નવીન બનાવેલ મુક્તિધામ માં પ્રથમ અંતિમ ક્રિયા કરતા પહેલા સરપંચ દ્વારા સત્યનારાયણ ની કથા કરવામાં આવી
ગ્રીન પુનિયાદ ટીમ દ્વારા મુક્તિધામ સુધીનો સમગ્ર રસ્તો મેટલનો તાત્કાલિક બનાવ્યો
શિનોર તાલુકાના પુનિયાદના વતની અને હાલોલ મુકામે લેબોરેટરી ચલાવતા પરમ સાંઈભક્ત રોહિતભાઈ પટેલના ધર્મપત્ની કીર્તિબેન નું અવસાન થતાં તેઓની પોતાના વતનમાં અંતિમ ક્રિયા કરવાની ઈચ્છા વ્યક્ત કરાતાં વરસાદનો માહોલ હોવા છતાં પણ તાજેતરમાં જ નવા બનેલા મુક્તિધામમાં જવા માટે ગ્રીન પુનિયાદ ની ટીમ દ્વારા માટી મેટલ નો રસ્તો જાતે ઊભા રહીને તૈયાર કર્યો હતો. અને લોકફાળા થી મુક્તિધામની ચારે બાજુ ફેન્સીંગ અને વ્યવસ્થિત રૂમ તથા બેસવા માટે બાંકડાની સગવડ ઊભી કરવામાં આવી હતી. તારીખ 18 સપ્ટેમ્બર 2026 ના રોજ આ નવનિર્મિત મુક્તિધામની સરપંચ ભાવિન પટેલ તથા હિરલ પટેલે પૂજા વિધિમાં ભાગ લઈ સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવી હતી.
તારીખ 19 સપ્ટેમ્બર ના રોજ કીર્તિબેન પટેલની અંતિમયાત્રા શણગારેલી જીપ ગાડીમાં, બેન્ડવાજા ની સુરાવલી સાથે અને ફટાકડાની ધમધમાટી સાથે વિશાળ જન સંખ્યામાં નીકળી હતી, નવનિર્મિત મુક્તિધામ ને પુષ્પમાળા થી શણગારવામાં આવ્યું હતુ, સ્મશાન યાત્રા સ્મશાન ગૃહે આવી પહોંચતા તેઓની દીકરી ઝીલ પટેલે (USA) અગ્નિદાહ કરીને વાતાવરણને ગમગીન બનાવ્યુ હતું. અને આ દીકરી પુત્ર સમોવડી બની હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button