ગુજરાત

દેશનો એક જ નારો -સ્વદેશી અપનાવો દેશ મજબૂત કરો : બલવંતસિંહ રાજપુત

દેશનો એક જ નારો -સ્વદેશી અપનાવો દેશ મજબૂત કરો : બલવંતસિંહ રાજપુત
જીએસટી દર ઘટાડાનો લાભ છેલ્લા ગ્રાહક સુધી પહોંચાડો

દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના દુરદર્શી નેતૃત્વ હેઠળ ભારત એક નવા આર્થિક યુગમાં પ્રવેશી રહ્યું છે. તાજેતરમાં રજૂ કરવામાં આવેલ જીએસટીના દરોમાં કરવામાં આવેલ ઘટાડા અંગેના ઐતિહાસિક સુધારાઓ એ માત્ર કર વ્યવસ્થાનો પરિવર્તન નથી, પણ ભારતની આવનારી પેઢીઓ માટે આધુનિક અને લોકકેન્દ્રિત અર્થતંત્ર રચવાનું એક વિશાળ પગલું છે. આ સંદર્ભે સિદ્ધપુર ખાતે ‘હર ઘર સ્વદેશી’ અભિયાન અંતર્ગત, સ્થાનિક વેપારીઓને જાગૃત કરવાના હેતુથી માન. કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ દુકાનો અને સ્ટોર ઉપર સ્ટીકર લગાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવ્યું અને વણિક સમાજને દેશના આત્મનિર્ભર યાત્રામાં ભાગીદાર બનવા માટે પ્રેરિત કરવામાં આવ્યા. જીએસટીમાં કરવામાં આવેલા નમ્ર અને વ્યાપક ઘટાડાનો સીધો લાભ દેશના સામાન્ય નાગરિકો અને નાના-મોટા વેપારીઓને મળી રહ્યો છે. મહેનત કરનારા શ્રમિકોથી લઈને ઉદ્યોગસાહસિકો સુધી, આ સુધારાઓએ રોજગાર અને વેપાર વધાર્યો છે. અર્થવ્યવસ્થા ગતિશીલ બની રહી છે અને ભારતનું માર્કેટ વધુ સ્પર્ધાત્મક બન્યું છે. તે ઉપરાંત કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, સ્વદેશી એ શાન છે, આત્મનિર્ભરતા એ ઓળખ છે અને વિકાસશીલ ભારત એ આપણું સ્વપ્ન છે જેને સાકાર કરવા સમગ્ર દેશ એકજૂટતાથી આગળ વધે તે જરૂરી છે. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ, શહેર ભાજપ મહામંત્રીશ્રી, સિનિયર આગેવાનો, એ.પી.એમ.સી ચેરમેન, નગરપાલિકાના સદસ્યો, યુવા મોરચા અને મહિલા મોરચાના હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button