નિસાન મોટર ઇન્ડિયાએ ઑક્ટોબર, 2026માં સ્થાનિક હોલસેલ વેચાણમાં વાર્ષિક ધોરણે 50 ટકાની વૃદ્ધિ નોંધાવી

નિસાન મોટર ઇન્ડિયાએ ઑક્ટોબર, 2026માં સ્થાનિક હોલસેલ વેચાણમાં વાર્ષિક ધોરણે 50 ટકાની વૃદ્ધિ નોંધાવી
ગુરુગ્રામ, 2 નવેમ્બર, 2026: નિસાન મોટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (NMIPL) એ આજે ઑક્ટોબર, 2026માં તેના સ્થાનિક હોલસેલ વેચાણમાં વાર્ષિક ધોરણે 50 ટકાનો વધારો નોંધાવ્યો હોવાની જાહેરાત કરી હતી. ઑક્ટોબર, 2025માં નિસાને 2,402 કારનું વેચાણ કર્યું હતું, જ્યારે આ વર્ષે આ આંકડો વધીને 3,600 યુનિટ થયો છે. આ સાથે નિસાને સતત આઠમા મહિને સ્થાનિક વેચાણમાં વાર્ષિક ધોરણે વૃદ્ધિ નોંધાવી છે. જાન્યુઆરીથી ઑક્ટોબર, 2026 દરમિયાન કંપનીએ સ્થાનિક અને નિકાસ બજારોમાં કુલ 85,124 કારનું વેચાણ કર્યું હતું. આ કામગીરી નિસાનના સતત વિસ્તરી રહેલા પ્રોડક્ટ પોર્ટફોલિયોને ગ્રાહકો તરફથી મળી રહેલા ઉત્સાહજનક પ્રતિસાદને દર્શાવે છે. કંપનીના પોર્ટફોલિયોમાં નવી નિસાન ટેક્ટોન, મેગ્નાઇટ અને ગ્રેવાઇટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વિસ્તરતા ડીલર નેટવર્કે પણ કંપનીના શાનદાર પ્રદર્શનમાં યોગદાન આપ્યું છે. નિસાન વધુ વ્યાપક પ્રોડક્ટ ઓફરિંગ, ગ્રાહકો સુધી વધુ પહોંચ અને તેમને ઉત્તમ અનુભવ પ્રદાન કરીને ભારતમાં સતત વિકાસ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
આ કામગીરી અંગે નિસાન મોટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી સૌરભ વત્સે જણાવ્યું હતું કે, ‘ઑક્ટોબરમાં સ્થાનિક બજારમાં વાર્ષિક ધોરણે 50 ટકાની વૃદ્ધિ નિસાન બ્રાન્ડમાં ગ્રાહકોનો સતત વધી રહેલો વિશ્વાસ અને ભારતમાં અમારી પ્રગતિ દર્શાવે છે. જાન્યુઆરીથી ઑક્ટોબર દરમિયાન સ્થાનિક અને નિકાસ બજારોમાં 85,124 યુનિટના વેચાણ સાથે અમે અમારા પ્રોડક્ટ પોર્ટફોલિયો અને ડીલર નેટવર્કને સતત મજબૂત બનાવી રહ્યા છીએ. ધનતેરસ અને દિવાળી નજીક આવી રહી છે ત્યારે અમે અમારા વિશિષ્ટ પ્રોડક્ટ્સ અને ઉત્કૃષ્ટ અનુભવ દ્વારા ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત રાખીશું. આંતરરાષ્ટ્રીય ડીલર્સ, ડિસ્ટ્રિબ્યુટર્સ અને ગ્રાહકોના સતત સહયોગ બદલ પણ અમે તેમના આભારી છીએ, જેમણે નિકાસ બજારમાં નિસાનના પ્રદર્શનમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.’
ઑક્ટોબરમાં નિસાને 4,710 યુનિટની નિકાસ કરી હતી. કંપની ભારતમાં ઉત્પાદન કરીને આંતરરાષ્ટ્રીય બજારોમાં ગ્રાહકોને સતત સેવા પૂરી પાડી રહી છે. તેની ‘વન કાર, વન વર્લ્ડ’ વ્યૂહરચના હેઠળ નિસાન ભારત અને આંતરરાષ્ટ્રીય બજારોના ગ્રાહકોને એવા પ્રોડક્ટ્સ ઉપલબ્ધ કરાવી રહી છે, જે વૈશ્વિક ગુણવત્તાના ધોરણોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે. આ પહેલ નિસાનના વૈશ્વિક કામગીરીમાં ભારતની ભૂમિકાને વધુ મજબૂત બનાવે છે. નિસાનના SUV DNAને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવેલી નવી નિસાન ટેક્ટોનમાં જાપાનની ઉત્કૃષ્ટ કારીગરી, ઇન્ટેલિજન્ટ ટેક્નોલોજી, દમદાર પરફોર્મન્સ અને રોજિંદા ઉપયોગની વ્યવહારિકતાનો સમન્વય કરવામાં આવ્યો છે. મેગ્નાઇટ અને ગ્રેવાઇટની સાથે ટેક્ટોન પણ નિસાનની ટકાઉ વિકાસની વ્યૂહરચનામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે અને ભારતીય ઓટોમોટિવ બજારના મુખ્ય સેગમેન્ટ્સમાં કંપનીની સ્થિતિને વધુ મજબૂત બનાવી રહી છે. વધુ માહિતી માટે કૃપા કરીને મુલાકાત લો: www.nissan.in



