સરદાર પ્રી-પ્રાઇમરી અને જે.એચ.બી. સરદાર અંગ્રેજી માધ્યમ શાળાનો વાર્ષિકોત્સવ ‘એન્યુઅલ ફંક્શન ૨૦૨૫-૨૬‘ ભવ્ય રીતે સંપન્ન

સરદાર પ્રી-પ્રાઇમરી અને જે.એચ.બી. સરદાર અંગ્રેજી માધ્યમ શાળાનો વાર્ષિકોત્સવ ‘એન્યુઅલ ફંક્શન ૨૦૨૫-૨૬‘ ભવ્ય રીતે સંપન્ન
ભાણકી સ્ટેડિયમ ખાતે વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કૃતિઓ દ્વારા સૌને મંત્રમુગ્ધ કર્યા; એડવોકેટ આશિષભાઈ સેલર મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી
શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા સરદાર પ્રી-પ્રાઇમરી અને જે.એચ.બી. સરદાર અંગ્રેજી માધ્યમ શાળા દ્વારા ગત તા. ૧૮ ફેબ્રુઆરીના રોજ ધોરણ : ૩થી ૮ અને તા. ૧૯ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ નર્સરી તથા ધોરણ -૨ના વિદ્યાર્થીઓ દ્વારા વાર્ષિક મહોત્સવ ‘એન્યુઅલ ફંક્શન ૨૦૨૫-૨૬‘નું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના મોરા ભાગલ સ્થિત ભાણકી સ્ટેડિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાના ભૂલકાઓ અને વિદ્યાર્થીઓએ પોતાની સુષુપ્ત શક્તિઓનું પ્રદર્શન કર્યું હતું.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જાણીતા એડવોકેટ અને સામાજિક કાર્યકર શ્રી આશિષભાઈ સેલર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. પોતાના પ્રાસંગિક ઉદ્દબોધનમાં આશિષભાઈએ જણાવ્યું હતું કે, શિક્ષણની સાથે બાળકોના સર્વાંગી વિકાસ માટે આવા સાંસ્કૃતિક કાર્યક્રમો અત્યંત જરૂરી છે. તેમણે શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને બાળકોના ઉત્સાહને બિરદાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન પ્રી-પ્રાઇમરીના નાના બાળકોથી લઈને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ વિવિધ થીમ આધારિત ડાન્સ, નાટક અને દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા. ભાણકી સ્ટેડિયમનો માહોલ વિદ્યાર્થીઓના ઉત્સાહ અને વાલીઓના હર્ષનાદથી ગુંજી ઉઠ્યો હતો. શાળાના ટ્રસ્ટીગણ અને આચાર્યએ તમામ મહેમાનો, વાલીઓ અને સ્ટાફનો કાર્યક્રમને સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.



