ક્રાઇમ

જિલ્લા પંચાયત-પીપલોદ ખાતે ‘કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણીથી રક્ષણ સંબંધિત કાયદા’ અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો

Surat News: જિલ્લા પંચાયત-પીપલોદ ખાતે મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણીથી રક્ષણ આપતા કાયદા’ અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. જેમાં સુરત જિલ્લા તેમજ તાલુકાની વિવિધ સરકારી કચેરીઓમાં રચાયેલી આંતરિક સમિતિના અધ્યક્ષ/સભ્યોને કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.

આ પ્રસંગે એડવોકેટ ડૉ. હેતલ રામાણીએ કામકાજના સ્થળે મહિલા સંરક્ષણ માટેના કાયદાઓ વિષે જાણકારી આપી હતી. જેમાં સંગઠિત કે અસંગઠિત ક્ષેત્રે કામકાજ કરતી મહિલાઓને શારીરિક માનસિક કે જાતીય શોષણ સામે રક્ષણ આપતા પ્રતિબંધ, અટકાયત કે નિવારણ અંગેના કાયદા હેઠળ POSH ACTની ચર્ચા કરી હતી. તેમજ કાર્ય સ્થળે થયેલી મહિલા સતામણી વિરુદ્ધ ઓનલાઇન પોર્ટલ પર ફરિયાદ નોંધાવવા માટેની વિગતો આપી હતી.

સેમિનારમાં મહિલા સેલ, ક્રાઇમબ્રાંચના એસીપી મિની જોસેફે વર્તમાન સમયમાં વધી રહેલા સાયબર ફ્રોડ વિષે સમજ આપી, સાયબર ક્રાઇમ, તેના પ્રકારો, તેમજ તેની અટકાયત કે ઉપાય અંગે ઉપયોગી જાણકારી આપી હતી. સાથે જ દરેકને કોઈ પણ પ્રકારના સાયબર ફ્રોડ અંગે તાત્કાલિક ૧૯૩૦-ટોલ ફ્રી નંબર પર ફરિયાદ નોંધાવવા અને અન્ય ભોગ બનનારને તેના માટે પ્રોત્સાહન કરવાનો અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે મહિલા અને બાળ અધિકારીશ્રી રાધિકાબેન ગામિત, ICDS પ્રોગ્રામ ઑફિસરશ્રી કોમલબેન ઠાકોર, દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી ડી.પી. વસાવા, મહિલા અને બાળ વિભાગના કો-ઓર્ડિનેટર શ્રીમતિ સ્મિતાબેન પટેલ, તેમજ महिला અને બાળ વિભાગના અધિકારી/કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં વિવિધ જિલ્લા-તાલુકા કચેરીઓના આંતરિક સમિતિના અધ્યક્ષ/સભ્યો હાજર રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button