માવઠાની આગાહી વચ્ચે તાપમાનમાં થયો થોડો વધારો

માવઠાની આગાહી વચ્ચે તાપમાનમાં થયો થોડો વધારો
આજે શહેરમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે સુરતમાં સવારથી સ્વચ્છ વાતાવરણ વચ્ચે લઘુતમ તાપમાનમાં અડધો ડીગ્રીનો વધારો નોંધાયો હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી જાહેર કરાઈ છે. આ દરમિયાન આજે સવારે તાપમાન 26.4 ડીગ્રી નોંધાયું છે. છેલ્લા 24 કલાક દરમિયાન મહતમ તાપમાન 34.6 ડીગ્રી જળવાયેલુ છે. તાપમાનમાં વધારો થતાં શહેરીજનો ગરમીથી અકળાયા હતા. જ્યારે બાળકોએ કોઝવે ખાતે તાપી નદીમાં ધૂબાકા મારી ગરમીથી રાહત મેળવી હતી.
16થી 18 એપ્રિલ 3 દિવસ દરમિયાન સુરતમાં હીટવેવની અસર જોવા મળી શકે છે, જેાં પારો 40 ડિગ્રીથી ઉપર રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના ફોરકાસ્ટ મુજબ, દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ હવામાન ગરમ અને ભેજવાળું રહેશે, જેથી ગરમીનું પ્રમાણ વધશે, જેમાં સિઝનની સૌથી વધુ ગરમી નોંધાવાની શક્યતા છે.