ક્રાઇમ

 શિનોરમાં જ્યોતિગ્રામ લાઈન પરથી વાયર ચોરી—પેટ્રોલિંગ પર પ્રશ્નચિહ્ન

શિનોરમાં જ્યોતિગ્રામ લાઈન પરથી વાયર ચોરી—પેટ્રોલિંગ પર પ્રશ્નચિહ્ન

✍️ હસમુખ પટેલ સાધલી

શિનોર તાલુકાના દિવેર- સુરાશામળ ગામ વચ્ચે રોડ ઉપર જ્યોતિગ્રામ યોજનાની નવી લાઈનનું ખાનગી એજન્સી નું કામ ચાલુ છે. એના પોલ ઉપરથી રાત્રીના નિશાચરો 50 પોલ ના વાયરો કાપીને ચોરી કરી ગયા છે.

સરકારની જ્યોતિગ્રામ યોજના અન્વયે હાલમાં દિવેર-સુરાશામળ ગામ વચ્ચે રોડને અડીને રેલ વિકાસ નિગમ ની પ્રાઇવેટ લિમીટેડ કંપની દ્વારા નવી લાઈન માટેની કામગીરી ચાલુ છે. જેના ઉપર સિંગલ ફેઝ વાયર ચાલુ હતો. જેના ઉપર કોઈ નવું કનેક્શન આપવામાં આવેલ નથી, કારણ કે અગાઉ જે જૂની લાઈન ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી હતી ,તે લાઈન ચાલુ છે, પરંતુ ચોમાસામાં પાણી ભરાવાથી ફોલ્ટ શોધવામાં અને મેન્ટેનન્સમાં ઘણી મુશ્કેલી પડતી હતી, જેના કારણે નવી સ્કીમમાં આ લાઈન શરૂ કરવામાં આવેલ છે ,તેમ નાયબ ઇજનેર કુંદન સિંઘે જણાવેલ છે. પરંતુ ગત તારીખ 7 ડિસેમ્બર 2025 રાત્રિના સમયે આ રસ્તો સુમસામ હોવાનો લાભ લઇ એક બુલેટ મોટર સાયકલના ચાલક તથા ટેમ્પો લઈને રાત્રિના ચોરો આવ્યા હતા અને આશરે 50 પોલો ઉપરથી સિંગલ ફેજ વાયર કનેકસન બંધ કરીને પોલ ઉપર નાખેલા આશરે 1500 મીટર વાયરો કાપીને લઈ ગયેલા છે. રેલ વિકાસ નિગમ લિ. દ્વારા હજુ સુધી એમ.જી.વી.સી.એલ. ને લાઇન નો કબજો આપેલ ના હોવાના કારણે આ ચોરીની ફરિયાદ કે અન્ય જે કંઈ વિધિ કરવાની હોય તે રેલ વિકાસ નિગમે કરવાની હોય, જેથી શિનોર વીજ કંપની દ્વારા અન્ય કોઈ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ નથી , પરંતુ વાયર ચોરીની ખાનગી નિગમને જાણ કરેલ છે.

રાત્રિના સમયે દિવેર થી સુરાશામળ ના ભંગાર બનેલા આ રસ્તા નો લાભ લઈને રાત્રિના નિશાચરોએ વીજ વાયરોની ચોરી કરીને શિનોર પોલીસના નાઈટ પેટ્રોલિંગના ધજાગરા ઉડાડેલા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button