અદાણીએ ‘મેક ઇન ઇન્ડિયા’ વિઝનને બળ આપવા ભારતની સૌથી મોટી ‘કૌશલ્ય અને રોજગાર’ પહેલ આરંભી

અદાણીએ ‘મેક ઇન ઇન્ડિયા’ વિઝનને બળ આપવા ભારતની સૌથી મોટી ‘કૌશલ્ય અને રોજગાર’ પહેલ આરંભી
ઉદ્યોગ માટે-તૈયાર કાર્ય બળ વિકસાવવા માટે ઇન્ડો-જર્મન ચેમ્બર ઓફ કોમર્સ સાથે ભાગીદારી કરી
અમદાવાદ, ૧૯ માર્ચ ૨૦૨૫: सेवा साधना है, सेवा प्रार्थना है और सेवा ही परमात्मा है,ની સામાજીક ફિલોસોફીને અનુરુપ અદાણી સમૂહે અદાણી ગ્રૂપે ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનના સમર્થનમાં દેશના સૌથી મોટા ‘કૌશલ્ય અને રોજગાર’ કાર્યક્રમનો આરંભ કરીને ભારતીય કર્મચારીઓને મજબૂતીથી કરવા માટે રાષ્ટ્રવ્યાપી પહેલનો આરંભ કર્યો છે.
ઇન્ડો-જર્મન ચેમ્બર ઓફ કોમર્સ (આઇજીસીસી) સાથેની વ્યૂહાત્મક ભાગીદારી મારફત ગ્રીન એનર્જી, મેન્યુફેક્ચરિંગ, હાઇટેક સેક્ટર, પ્રોજેક્ટ એક્સેલન્સ અને ઔદ્યોગિક ડિઝાઇન જેવા ઉદ્યોગો માટે કુશળ પ્રતિભા પૂલ વિકસાવવાનો અદાણી જૂથનો હેતુ છે.
એક બિન નફાકારક સંસ્થા તરીકે 1956 માં સ્થપાયેલ આઇજીસીસી એ વિદેશમાં સૌથી મોટી જર્મન દ્વિ-રાષ્ટ્રીય ચેમ્બર છે. વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત 4,000 જેટલી કંપનીઓનું સભ્યપદ ધરાવતી ભારતની સૌથી મોટી ચેમ્બર ઓફ કોમર્સ છે.
આ દ્રષ્ટિને જીવનમાં વણી લેવા માટે અદાણી પરિવારે આંતરરાષ્ટ્રીય સ્તરે બેંચમાર્ક તરીકે ઉભરી આવે તેવી સંસ્થાની અને મુંદ્રામાં શાળાની સ્થાપના કરવા માટે રુ. 2,000 કરોડથી વધુ રકમ ફાળવવા પ્રતિબદ્ધતા વ્યકત કરી છે. આ નૂતન અભિગમ હેઠળ મુખ્યત્વે ભારતભરમાં તકનીકી અને વ્યવસાયિક શિક્ષણની પશ્ચાદભૂમિકાના વિદ્યાર્થીઓને ઉદ્યોગોની જરૂરિયાતો અને કારકિર્દીની આકાંક્ષાઓને સાંકળીને પસંદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી તે પ્રમાણે તાલીમબધ્ધ કરવામાં આવશે. પ્રમાણપત્રના આધારે વિદ્યાર્થીઓને પ્રથમ દિવસથી જ ઉદ્યોગ માટે તૈયાર છે તે સુનિશ્ચિત કરીને અદાણી સમૂહ અથવા અન્ય સંબંધિત ક્ષેત્રોમાં તેઓને રોજગાર સુરક્ષિત કરવાની તક મળશે,
અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશનના સીઈઓ શ્રી રોબિન ભૌમિકે જણાવ્યું હતું કે ઉચ્ચ-કક્ષાની તકનીકી પ્રતિભાઓને તાલીમબધ્ધ કરવાના અમારા સમૂહના મિશન માટે આ ભાગીદારી મહત્વપૂર્ણ છે અને અમારી વિવિધ કંપનીઓની ‘મેક ઇન ઇન્ડિયા’ની પહેલ પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે તાલમેલ સાધે છે. શૈક્ષણિક ગુણવત્તાની ખાતરી, પ્રમાણપત્ર આધારિત શિક્ષણ માર્ગો અને ફેકલ્ટી તથા વિદ્યાર્થી વિનિમય કાર્યક્રમોમાં વ્યાપક જોડાણ મારફત આ સહયોગ ભારતના યુવાનો માટે શ્રેષ્ઠ એપ્લિકેશન-આધારિત શિક્ષણને એકીકૃત કરશે. વિદ્યાર્થીઓ પ્રથમ દિવસથી ઉદ્યોગ માટે તૈયાર છે અને તે રીતે વિવિધ ક્ષેત્રોને ટેકો પૂૂરો પાડીને ભારતની વૃદ્ધિની સાફલ્ય ગાથામાં યોગદાન આપે છે તેવો અમારો અભિગમ સુનિશ્ચિત કરે છે.
આઇજીસીસીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ અને ડીઇંટરનેશનલ સર્વિસીસના વડા એમ.એસ. યુટે બ્રોકમેને જણાવ્યું હતું કે અદાણી સમૂહ સાથેની અમારી ભાગીદારી એ આવનારી પેઢીની પ્રતિભાને વિકાસલક્ષી ઓપ આપવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે જે ભારતના ઔદ્યોગિક વિકાસ અને નવીનતા તરફ દોરી જશે. ભારતમાં ઉચ્ચ ગુણવત્તાવાળા જર્મન સ્ટાન્ડર્ડ ડ્યુઅલ વોકેશનલ એજ્યુકેશન સર્ટિફાઇડ પ્રોગ્રામ્સ અને અભ્યાસક્રમો અમલમાં મૂકવાનો આઇજીસીસીને મજબૂત અનુભવ છે. અમે અદાણી સમૂહ સાથેના આ મૂલ્યવાન સહયોગને લાંબા ગાળાની વ્યૂહાત્મક ભાગીદારી બનવા માટે એક લક્ષ્ય બનાવીએ છીએ, એમ તેમણે કહ્યું હતું.