L&T ફાઇનાન્સ લિમીટેડએ ગુજરાતના વલસાડમાં પોતાનો CSR પ્રોજેક્ટ્સ ડિજીટલ સખી અને જળવૈભવ 2.0 શરૂ કર્યો

L&T ફાઇનાન્સ લિમીટેડએ ગુજરાતના વલસાડમાં પોતાનો CSR પ્રોજેક્ટ્સ ડિજીટલ સખી અને જળવૈભવ 2.0 શરૂ કર્યો
ડિજીટલ સખીઓ 87 ગામડાઓમાં 2 લાખ લાભાર્થીઓને સમાવતા આદિવાસી સમુદાયમાં ડિજીટલ ફાઇનાન્સિયલ લિટરસી (DFL)નો ફેલાવો કરશે
જળવૈભવ 2.0 પ્રોજેક્ટને દશ ગામડાઓમાં લાગુ કરાશે, જેનાથી 5,000થી વધુ ખેડૂતોને લાભ થશે
વલસાડ : દેશમાં અનેક નોન-બેન્કિંગ ફાઇનાન્સિલ કંપનીઓમાં આગવી L&T ફાઇનાન્સ લિમીટેડ (LTF)એ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા બ્લોકમાં ડિજીટલ સખી અને જળવૈભવ 2.0 નામના તેના ફ્લેગશિપ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબીલિટી પ્રોજેક્ટસ શરૂ કર્યા છે.
ડિજીટલ સખી પ્રોજેક્ટ્સ 50 ગ્રામિણ મહિલાઓને રાખશે જેઓ આદિવાસી સમાજમાં ડિજીટલ ફાઇનાન્સિયલ લિટરસીનો ફેલાવો કરશે, જે ચાર વર્ષના ગાળામાં 87 ગામડાઓમાં 2 લાખ લાભાર્થીઓને આવરી લેશે. વધુમાં તેઓ 300 ગ્રામિણ મહિલા ઉદ્યોગસાહસિકોને ઓળખી કાઢશે અને તાલીમ તેમણ જાણકારી પૂરી પાડીને તેમને પોતના પ્રવર્તમાન સૂક્ષ્મ કારોબારને વિસ્તારવા અને મજબૂત બનાવવામા મદદ કરશે.
જળવૈભવ 2.0 પ્રોજેક્ટ પાણીની અછત અને માટી સંરક્ષણ જેવા મુદ્દાઓને સંબોધશે, જેમાં હાલના અને નવા જળ સંસાધનોની ભરપાઈ, ક્લાઇમેટ-સ્માર્ટ કૃષિ અને સંલગ્ન હસ્તક્ષેપોને પ્રોત્સાહન આપવા જેવી વિવિધ પહેલોનો અમલ કરવામાં આવશે, જેનાથી 5,000થી વધુ ખેડૂતોના આવક સ્તર પર સકારાત્મક અસર પડશે. આ પ્રોજેક્ટ એક જ પ્રદેશના દસ ગામોમાં લાગુ કરવામાં આવશે. બંને પ્રોજેક્ટ ખાસ કરીને પ્રદેશની મુખ્યત્વે આદિવાસી વસ્તીને લાભ આપવા માટે રચાયેલ છે.
LTF ખાતે કંપની સેક્રેટરી અને ચીફ સસ્ટેનેબિલિટી ઓફિસર શ્રીમતી અપૂર્વા રાઠોડે જણાવ્યું હતું કે, “પ્રથમ વખત, અમે વલસાડ જિલ્લામાં સંકલિત રીતે અમારી બે મુખ્ય CSR પહેલ, ડિજિટલ સખી અને જળવૈભવ 2.0 ના લોન્ચ સાથે ગુજરાતમાં પ્રવેશ કરી રહ્યા છીએ. આ અભિગમ અમને એક સહિયારી અસર બનાવવામાં મદદ કરે છે, જે સમુદાય પર અમારી અસરને વધારે છે. ડિજિટલ અને નાણાકીય સમાવેશ અને આબોહવા અસર વ્યવસ્થાપન પહેલ બંનેને એકસાથે સંબોધિત કરીને, અમે ફક્ત જીવનનું ઉત્થાન કરી રહ્યા નથી; પરંતુ અમે ઊંચાઇ પર સર્વાંગી અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપી રહ્યા છીએ.”
2017માં તેની શરૂઆત થઈ ત્યારથી, ડિજિટલ સખી પ્રોજેક્ટે 2,070થી વધુ ડિજિટલ સખીઓનું એક જૂથ બનાવ્યું છે જેનાથી 57 લાખથી વધુ વ્યક્તિઓને લાભ થયો છે અને 17,000થી વધુ મહિલા ઉદ્યોગસાહસિકોને કૌશલ્યવર્ધન કરવામાં મદદ કરી છે. આ પ્રયાસોથી 250 કરોડ રૂપિયાથી વધુની સામાજિક અને સરકારી યોજનાઓનું સંકલન શક્ય બન્યું છે.
આ પ્રોજેક્ટ હાલમાં કર્ણાટક, કેરળ, તમિલનાડુ, બિહાર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાન રાજ્યોમાં સક્રિય છે. આ કાર્યક્રમ ટકાઉ વિકાસ લક્ષ્ય (SDG) 5 – જાતિ સમાનતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યાં ગ્રામિણ સમુદાયોમાંથી મહિલાઓને ઓળખી કાઢવામાં આવે છે અને ડિજીટલ ફાઇનાન્સિયલ લિટરસી, નેતૃત્વ અને ટેકનોલોજી પર વ્યાપકપણે તાલીમ આપવામાં આવે છે.
જળવૈભવ પ્રોજેક્ટે 2015-16થી ઓસ્માનાબાદ, લાતુર, સોલાપુર, ઔરંગાબાદ, જાલના, બુલઢાણા અને કોલાર જિલ્લાઓમાં 144 ગામડાઓને આવરી લીધા છે અને 65,000થી વધુ ખેડૂતોને લાભ આપ્યો છે. આ પ્રોજેક્ટ આજીવિકામાં વધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને કુદરતી સ્ત્રોતોના ટકાઉ વ્યવસ્થાપન અને ખેડૂતોની ક્ષમતા નિર્ધારણ દ્વારા આદિવાસી પરિવારોની જીવનની ગુણવત્તામાં સુધારો કરે છે. તેમાં જળ સંસાધનોનો વિકાસ અને હાલની પાણીની ક્ષમતાને મજબૂત બનાવવાનો સમાવેશ થાય છે, સાથે સાથે ક્ષમતા નિર્માણ પહેલનો પણ સમાવેશ થાય છે જે સમુદાયોને આધુનિક કૃષિ પદ્ધતિઓ અને ઉપલબ્ધ પાણીના શ્રેષ્ઠ અને કાર્યક્ષમ ઉપયોગના જ્ઞાનથી સશક્ત બનાવે છે.