માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિકાસરથનું ભવ્ય સ્વાગત

માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિકાસરથનું ભવ્ય સ્વાગત
વિકાસ રથ થકી ગ્રામજનો સુધી યોજનાના લાભ પહોંચાડવાનો સંકલ્પ
શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ૧૪મા મુખ્યમંત્રી તરીકે તા.૭ ઓક્ટોબર, ૨૦૦૧ ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાને નવી દિશા આપી હતી. તેમના નેતૃત્વમાં ગુજરાતના સફળ અને સર્વગ્રાહી વિકાસયાત્રાના ૨૪ વર્ષની સફળતાની ઉજવણીના ભાગરૂપે વિકાસ સપ્તાહની સમગ્ર રાજ્યમાં ઉજવણી થઇ રહી છે, જે અન્વયે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. ગ્રામજનો દ્વારા વિકાસ રથનું સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય દિનેશભાઈ સુરતીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી જે વિકાસની ગાથા લખાઈ છે, તે ભારતના અન્ય રાજ્યો માટે પણ પ્રેરણાદાયક બની છે. ગુજરાતે સશક્ત નેતૃત્વ થકી કૃષિથી લઈ ઉદ્યોગ, આરોગ્યથી લઈને શિક્ષણ દરેક માળખાકીય અને માનવીય ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અન્ન સુરક્ષામાં રાજ્ય સરકારે નિઃશુલ્ક અનાજ વિતરણ, શિક્ષણમાં શિષ્યવૃતિ યોજનાઓ, કૃષિ, બાગાયત, મહિલા અને બાળ વિકાસની અનેકવિધ યોજનાઓનું સફળ અમલીકરણ કરી જનસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે. આરોગ્ય ક્ષેત્રે, ‘આયુષ્માન ભારત’ અને રાજ્ય સરકારની વિવિધ યોજના હેઠળ નાગરિકોને નિઃશુલ્ક સારવાર મળી રહી છે. શિક્ષણ ક્ષેત્રે, નવી શાળાઓ, સ્માર્ટ ક્લાસરૂમ્સ અને વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ જેવી યોજનાઓ અમલમાં આવી છે. તેમજ ગુજરાત હવે ઇન્ડસ્ટ્રીયલ હબ બની ગયું છે. જી.આઇ.ડી.સી, સ્પેશિયલ ઈકોનોમિક ઝોન અને સ્ટાર્ટઅપ પોલિસીથી વિકાસને વેગ મળ્યો છે.
મહાનુભાવોના હસ્તે ગામના લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરાયું હતું. લાભાર્થીઓએ ઘરઆંગણે લાભો મળવાની ખુશી પોતાના પ્રતિભાવો મારફતે વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે તા.પંચાયત ઉપપ્રમુખ દિપકભાઈ ચૌધરી, તા.વિકાસ અધિકારી હરદીપસિંગ ગરીયા, મામલતદાર ડો. હિતેશ ચાવડા, નાયબ મામલતદાર પંકજ ચૌધરી, વિકાસ સપ્તાહના નોડલ અધિકારી જિજ્ઞેશ વસાવા, ATDO પ્રીતમભાઈ, નરેશભાઈ, DGVCLના નાયબ કાર્યપાલક ઇજનેર કેવજીભાઇ વસાવા, અગ્રણી ઉમેદભાઈ ચૌધરી, મોહનસિંહ ખેર, આરોગ્ય અધિકારીઓ સહિત લાભાર્થીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.