આરોગ્ય

સુરતના કામરેજ ખાતે “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ

સુરતના કામરેજ ખાતે “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
રાજ્ય સરકાર દ્વારા રાજ્યના નાગરિકોને સ્વસ્થ રાખવા અને મેદસ્વિતાથી મુકત રાખવા ”સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારના આ સંકલ્પને સાકાર કરવા અને આ અભિયાનને આગળ વધારવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત” અભિયાનને અનુલક્ષીને સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિરનું આયોજન કરાયું હતું.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કો-ઓર્ડિનેટર ડૉ.પારુલ પટેલ, સુરત જિલ્લા યોગ કો-ઓર્ડિનેટર નવનીત શેલડિયાના માર્ગદર્શનમાં યોજાયેલી આ શિબિરમાં સ્વસ્થ અને તણાવમુક્ત જીવન માટે ઉપયોગી યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તેમજ ૧૦૦થી વધુ યોગ સાધકોને વિવિધ યોગાસન- પ્રાણાયમ શીખવાડવામાં આવ્યા હતા.
આ યોગ શિબિરમાં રાજ્ય યોગ બોર્ડ-કામરેજના સિનિયર યોગકોચ શિલ્પાબેન, આરતીબેન સહિત મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button