લોક સમસ્યા

“શિનોરના પુનિયાદ-આનંદી માર્ગ પરના નાળાનું સમારકામ નહીં થાય તો ચોમાસામાં રસ્તો બંધ થવાની ભીતિ; તંત્ર ઘોર નિદ્રામાં!”

શિનોર તાલુકાના પુનિયાદ થી આનંદીનો શરૂઆતથી વિવાદી બનેલ રસ્તાના પુનિયાદ નજીક નાળાનું સમારકામ નહીં કરાય તો આગામી ચોમાસામાં આ રસ્તો બંધ થશે.
જીલ્લા પંચાયત વડોદરા ના તાબા હેઠળના ડભોઇ માર્ગ મકાન વિભાગ દ્વારા અંદાજે 2020 ના વર્ષ માં શિનોર તાલુકાના પુનિયાદ થી આનંદી ગામ ને જોડતા 2 કિલોમીટર ના પાકા માર્ગ નું કામ કરાયું હતું. શરૂઆત ના તબક્કાએ થી જ આ માર્ગ નું કામ હલકી ગુણવત્તા થી કરાયું હોય, એક જ વર્ષમાં માર્ગ પર ઠેરઠેર ખાડાઓ પડી જતાં, તત્કાલીન તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષા પ્રિયલબેન પટેલે તારીખ 23/7/2021 ના રોજ માર્ગ નું સમારકામ કરવા તંત્રને લેખિત રજુઆત કરી હતી..જે બાદ વર્ષ 2024 માં ચોમાસા ની ઋતુ દરમિયાન, વળાંક પર માર્ગ પ્રોટેક્શન માટે બનાવવામાં આવેલી સંરક્ષણ દીવાલ પાણીના વહેણમાં ધરાશાયી થતાં,નવી દિવાલ બનાવવા માટે તારીખ 2ઓક્ટોબર 2024 ના રોજ મળેલી ગ્રામસભામાં ઠરાવ નંબર 8 થી ઠરાવ કરી તંત્ર ને લેખિત રજૂઆત કરી હતી.. પરંતુ તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરાઈ નથી.. હાલ આ માર્ગ પર ઠેરઠેર ખાડાઓ નું સામ્રાજ્ય છે. જે અંગે તંત્ર ને રજૂઆત કરવા છતાંય તંત્ર દ્વારા ખાડાઓ પણ પૂરાતા નથી..ખાસતો આ માર્ગ પર પુનિયાદ ગામ નજીક ના વળાંક પર આવેલા નાળા ની પાઈપ નીચે પાણીના ધોવાણ થી મોટો ખાડો પડી ગયો છે. ખાડાનું ચોમાસા ની ઋતુ પહેલાં જરૂરી સમારકામ નહિં કરાય તો નાળું બેસી જઈ તૂટી જવાના કારણે 24 કલાક વાહનોની અવરજવર થી ધમધમતો આ માર્ગ બંધ થવાની વકી છે. વિકાસની વાતો કરતી સરકાર નો વિકાસ સાચા અર્થમાં જોવો હોય તો આ રસ્તાની મુલાકાત લેવી જોઈએ, માર્ગ મકાન તંત્ર અને કોન્ટ્રાક્ટર ની મિલી ભગત ના કારણે સરકારના નાણા નો સંપૂર્ણ વેડફાટ થઈ રહ્યો છે. ગ્રામજનોની રજૂઆત બહેરા કાને અથડાય છે, આ વિસ્તારના તાલુકા-જીલ્લા ના આગેવાનો, અને ધારાસભ્ય અક્ષયપટેલ આગળ આવે તેવી સ્થાનિકોની માંગ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button