ધર્મ દર્શન

31 લાખ રુદ્રાક્ષથી તૈયાર થતું 31 ફૂટ ઊંચું વિરાટ રુદ્રાક્ષ શિવલિંગનું અનાવરણ

વલસાડના વાંકલમાં ૪૦માં ભવ્ય શિવરાત્રી મહોત્સવની શરૂઆત થઈ

31 લાખ રુદ્રાક્ષથી તૈયાર થતું 31 ફૂટ ઊંચું વિરાટ રુદ્રાક્ષ શિવલિંગનું અનાવરણ

રુદ્રાક્ષ વિશેષજ્ઞ અને શિવ કથાકાર બટુકભાઇ વ્યાસના મુખેથી શિવકથાનો પ્રારંભ

વલસાડથી ધરમપુર રોડ ઉપર આવેલા વાંકલ નજીક દુલસાડ ગામમાં આજે બપોરે શનિવારની બપોરે રુદ્રાક્ષ વિશેષજ્ઞ અને વિશ્વવિખ્યાત શિવ કથાકાર પૂજ્ય બટુકભાઈ વ્યાસના સંકલ્પ અને સાનિધ્યમાં આયોજિત “મહાશિવરાત્રિ મહોત્સવ 2026” અંતર્ગત 31 લાખ રુદ્રાક્ષથી તૈયાર થતું 31 ફૂટ ઊંચું વિરાટ રુદ્રાક્ષ શિવલિંગનું અનાવરણ અનેક કુમારી બાળાઓના વરદ હસ્તે સંતો, મહંતો અને મહાનુભાવોની હાજરીમાં થયું હતું જયારે સમગ્ર વાતાવરણઆધ્યાત્મિક રંગે રંગાય શિવમય બન્યું હતું

બપોરે ૨.૦૦ કલાકે પોથીયાત્રાની શોભાયાત્રા સ્વરૂપે વાંકલના કાર્તિકસિંહ અને જયેશસિંહ પઢિયારના ઘરેથી નીકળીને રુદ્રાક્ષધામ પહોચી હતી. આ મહોત્સવ 7 થી 15 ફેબ્રુઆરી 2026 દરમિયાન વલસાડ-ધરમપુર રોડ ઉપર આવેલા વાંકલ પાસે – દુલસાડ ખાતે યોજાશે. શ્રદ્ધાળુઓ રોજ સવારથી સાંજ સુધી વિરાટ રુદ્રાક્ષ શિવલિંગના દર્શન અને અભિષેક કરવાનો દિવ્ય અવસર પ્રાપ્ત કરશે. દરરોજ સવારે 9:00 થી 12:00 કલાકે હોમાત્મક મહારુદ્ર યજ્ઞ, બપોરે 3:00 થી 6:00 દરમિયાન પૂજ્ય બટુકભાઈ વ્યાસના શ્રીમુખે સંગીતમય શિવકથાનું રસપાન થશે દરરોજ સાંજે 6:30 કલાકે 108 દિવડાની ભવ્ય મહાઆરતી યોજાશે.

આ મહોત્સવ દરમિયાન દિકરી દેવો ભવઃ અંતર્ગત 108 કુમારિકા પૂજન, બ્લડ ડોનેશન કેમ્પ, શિવ મહિમ્નઃ સ્તોત્ર પાઠ, એક શામ શિવ કે નામ ભજન સંધ્યા તેમજ વિવિધ ધાર્મિક અને સેવાભાવી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે દરરોજ સાંજે મહાપ્રસાદનું પણ આયોજન હાથ ધરાયું છે. વિશ્વ વિખ્યાત શિવ કથાકાર, રુદ્રાક્ષ વિશેષજ્ઞ પૂ.શ્રી બટુકભાઈ વ્યાસએ જણાવ્યુ હતું કે આ પહેલા પણ વિશ્વના સૌથી ઊંચા રુદ્રાક્ષ શિવલિંગના નિર્માણમાં ભગવાન શિવજીએ મને જ નિમિત્ત બનાવ્યો હતો અને આ વર્ષે પણ એ સૌભાગ્ય મને પ્રાપ્ત થઈ રહ્યુ છે. આ શિવકૃપા જ છે અને અમે તમામ શિવભક્તોને સનાતન પરંપરાના અનોખા ઉત્સવમાં સૌને લાભ લેવા વિનંતી કરવામાં આવી હતી આ 15 તારીખ સુધી ચલનારા મહોત્સવમાં ગુજરાતભરના અનેકવિધ સંતો મહંતો કથાકારો અને રાજકીય અગ્રણીઓ હાજરી આપશે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button