નટવરલાલ ટાટનવાલા પ્રમુખ અને બ્રિજમોહન અગ્રવાલ સેક્રેટરી બન્યા.
>> અગ્રવાલ પ્રગતિ ટ્રસ્ટની વાર્ષિક સાધારણ સભા
Surat News: અગ્રવાલ પ્રગતિ ટ્રસ્ટની વાર્ષિક સાધારણ સભાનું શનિવારે સવારે 10.30 કલાકે અગ્ર-એક્ઝોટિકા, ડુમસના ક્રિસ્ટલ હોલમાં આયોજન કરવામાં આવ્યું હતું. સભાની શરૂઆત મહારાજા અગ્રસેનજી સમક્ષ દીપ પ્રાગટ્ય સાથે થઈ હતી. સભામાં પ્રમુખ સીએ મહેશ મિત્તલે સૌનું સ્વાગત પ્રવચન કર્યું હતું અને સેક્રેટરી રતન દારુકાએ ગત વર્ષે થયેલી કામગીરીની માહિતી આપી હતી. આ પછી ખજાનચી રમેશ અગ્રવાલે આવક અને ખર્ચની વિગતો રજૂ કરી હતી. ચૂંટણી અધિકારી પવન ઝુનઝુનવાલાએ બેઠકમાં ચૂંટણી અહેવાલ રજૂ કર્યો હતો. સભામાં ટ્રસ્ટના તમામ નિવૃત અને પસંદગી પામેલા સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. સામાન્ય સભા બાદ બોર્ડ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. બોર્ડની બેઠકમાં સર્વાનુમતે નટવરલાલ ટાટનવાલાને પ્રમુખ, બ્રિજમોહન અગ્રવાલને સેક્રેટરી, સુરેન્દ્ર અગ્રવાલને ખજાનચી, બસંત અગ્રવાલને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, અશોક સિંગલ અને નંદકિશોર તોલાને ઉપપ્રમુખ તરીકે, શ્યામસુંદર સિહોટિયાને કો-સેક્રેટરી તરીકે અને સીએ નિતેશ અગ્રવાલને સહ ખજાનચી બનાવવામાં આવ્યા છે. ઉપસ્થિત તમામ સભ્યોએ એકબીજાને અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી.