ડાંગ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ તરીકે ઓળખાતું બિલમાળ તુલસીંગઢ ધામ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિતે હજ્જારો ભાવિક ભક્તો ઉમટી પડ્યા હત

Dang: દક્ષિણ ગુજરાતનું બઘેશ્વર ધામ ગણાતું બિલમાળ તુલસીંગઢ ખા રવિ , સોમ , અને મંગળવારે દરબાર યોજી અનેક દીનદુઃખિયા ઓ નું દુઃખ નિવારણ કરવામાં આવતા ભાવિક ભક્તો માં. અનેકરૂપી મહારાજ પ્રત્યે ખુબ આસ્થા બની છે . તેવા સંજોગો માં ગુરુપૂર્ણિમા નિમિતે ગુજરાત સહીત રાજસ્થાન ,’મધ્યપ્રદેશ , મહારાષ્ટ્ર રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્ત ઉમટી પડ્યા હતા .
ગુરુ પૂર્ણિમા ના પાવન પર્વ નિમિતે હજ્જારો ભાવિકોએ અનેકરૂપી મહારાજ સામે શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા . બિલમાળ તુલસીંગઢ ખાતે નાગેશ્વર શિવ અર્ધનારેશ્વર મંદિરને રંગબેરંગી ફૂલોથી સજાવવામાં આવ્યું હતું . તેમજ હરહર મહાદેવ અબે શિવ અર્ધનારેશ્વર ની જયકાર સાથે સમગ્ર પરિસરનું વાતાવરણ ભક્તિમય બની જવા પામ્યું હતુ દરેક ભાવિક ભક્તોના જીવનમાં આવી પડેલી સમસ્યા નું સમાધાન કરાવનાર પૂજ્ય અનેકરૂપી મહારાજ નું ગુરુ પૂર્ણિમા નિમિતે આશિર્વદ સાથે મંદિર દર્શન માટે સવારથી લાંબી લાઈનો લાગી જવા પામી હતી . આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મંદિરના કાર્યકતૉ શંકરભાઇ દળવી , રમેશભાઈ બોરસતે , વિજુભાઈ , દિનેશભાઇ સહીત ભાવિકોએ ભારે જહેમત ઉઠાવી હતી .