સેમસંગે ભારતમાં નેક્સ્ટ ફ્લેગશિપ ગેલેક્સી ટેબ્લેટ્સ માટે પ્રી-રિઝર્વ શરૂ
સેમસંગે ભારતમાં નેક્સ્ટ ફ્લેગશિપ ગેલેક્સી ટેબ્લેટ્સ માટે પ્રી-રિઝર્વ શરૂ
નવાં ડિવાઈસીસ અત્યાધુનિક ઈનોવેશન્સ સાથે ટેબ્લેટ અનુભવમાં નવો દાખલો બેસાડવા માટે સુસજ્જ છે
ગુરુગ્રામ, ભારત, 17 સપ્ટેમ્બર, 2024: ભારતની સૌથી વિશાળ ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે તેના નેક્સ્ટ ફ્લેગશિપ ગેલેક્સી ટેબ્લેટ્સ માટે પ્રી-રિઝર્વ શરૂ કર્યાની ઘોષણા કરી છે.
ગ્રાહકો Samsung.com, સેમસંગ ઈન્ડિયા સ્માર્ટ કેફેઝ, Amazon.in અને Flipkart.com સહિત ઓનલાઈન મંચો અને ભારતભરમાં સેમસંગના અધિકૃત રિટેઈલ સ્ટોર્સમાં આજથી આરંભ કરતાં નેક્સ્ટ ફ્લેગશિપ ગેલેક્સી ટેબ્લેટ્સ પ્રી-રિઝર્વ કરી શકે છે અને તેઓ વહેલી પહોંચના લાભો માણી શકસે.
ગ્રાહકો રૂ. 1000ની ટોકન રકમ ચૂકવીને નવાં ડિવાઈસીસ પ્રી-રિઝર્વ કરી શકે છે. ગ્રાહકોએ નેક્સ્ટ ફ્લેગશિપ ગેલેક્સી ટેબ્લેટ્સ પ્રી-રિઝર્વ કર્યા હોય તેમને રૂ. 3499 મૂલ્યના લાભો મળશે.
સેમસંગનાં ફ્લેગશિપ ટેબ્લેટ્સ ઈન્ટેલિજન્ટ પરફોર્મન્સ ઓપ્ટિમાઈઝેશન, બહેતર ક્રિયાત્મક ટૂલ્સ અને એડપ્ટિવ ફીચર્સ સહિત પથદર્શક ઈનોવેશન્સ ઓફર કરશે, જે ઉત્પાદકતા અને ક્રિયાત્મકતાને નવી ઊંચાઈએ લઈ જશે.
નેક્સ્ટ ફ્લેગશિપ ગેલેક્સી ટેબ્લેટ્સ નવા ફીચર્સ ઓફર કરીને પથદર્શક ઈનોવેશન્સના સેમસંગના ઉત્તમ વારસા પર નિર્માણ કરાયાં હોઈ તેમને મલ્ટી-ટાસ્કર્સ માટે ઉત્તમ ઉત્પાદકતા સાથી બનાવે છે.
પ્રી-રિઝર્વ કરવા ક્લિક કરો here
About Samsung Electronics Co., Ltd.