શ્રી સ્વામિનારાયણ મંદિર, સરથાણા –સુરતમાં ભવ્ય અન્નકૂટોત્સવ યોજાશે
શ્રી સ્વામિનારાયણ મંદિર, સરથાણા –સુરતમાં ભવ્ય અન્નકૂટોત્સવ યોજાશે
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ મંદિર, સરથાણા – સુરત ખાતે નૂતન વર્ષ પ્રસંગે ભવ્ય અન્નકૂટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આજે શ્રી સ્વામિનારાયણ મંદિર, સુરતના મહંત શ્રી હરિકેશવ દાસજી સ્વામી, સંત શિરોમણિ શ્રી સનાતન સ્વરૂપદાસજી સ્વામી, સંત શિરોમણિ શ્રી સત્યદર્શનદાસજી સ્વામી તેમજ ભાવિક ભક્તો અન્નકૂટની સેવાનો હૈયાના ઉલ્લાસથી લહાવો લીધો હતો.
આવતી કાલે વહેલી સવારે 5:30 કલાકે મંગળા આરતી યોજાશે. ભાવિક ભક્તો હૃદયના ભાવ સાથે ભગવાનને અન્નકૂટ ધરાવશે. અન્નકૂટની પ્રથમ આરતી 11:00 વાગ્યે થશે. ત્યાર બાદ દિવાળી, અન્નકૂટ અને નૂતન વર્ષના કીર્તનોનું ગાન કરવામાં આવશે. ત્યાર બાદ અન્નકૂટની બીજી આરતી પછી સૌને પ્રસાદ આપવામાં આવશે. આ અવસરનો લહાવો લેવા પધારવા સૌ ભાવિક ભક્તોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે.