ગુજરાત

સુરતમાંથી ૧૪ બોગસ ડોક્ટર પકડાયા, ૧૨૦૦ જેટલી નકલી ડિગ્રી જપ્ત કરાઈ

સુરતમાંથી ૧૪ બોગસ ડોક્ટર પકડાયા, ૧૨૦૦ જેટલી નકલી ડિગ્રી જપ્ત કરાઈ
ગુજરાતમાં નકલી જજ, કોર્ટ, પોલીસ, RMO અધિકારી સહિત નકલીની બોલબાલા વચ્ચે ગઈ કાલે બુધવારે કચ્છમાંથી નકલી એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ (ED) અધિકારીની ટીમ ઝડપાયા બાદ હવે સુરતમાંથી ૧૪ નકલી ડાક્ટર ઝડપાયા છે. જેમાં સુરત ઝોન-૪ પોલીસ દ્વારા બોગસ ડિગ્રી મામલે મોટી કાર્યવાહી હાથ ધરીને ૧૨૦૦ જેટલી નકલી ડિગ્રીઓ પણ જપ્ત કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, સુરત ઝોન-૪ પોલીસ દ્વારા બાતમીના આધારે નકલી ડાક્ટર અને બોગસ ડિગ્રી મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પોલીસે ૧૪ જેટલા બોગસ ડાક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરતાં અન્ય બોગસ ડાક્ટર પણ મળી આવે તેવી શક્યતા છે. સમગ્ર મામલે પોલીસે મુખ્ય આરોપી જાણીતા ડા. રસેશ ગુજરાતીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે બોર્ડ ઓફ હોમિયોપેઠીનો ડાયરેક્ટર અમદાવાદના બીકે રાવતની પણ સુરત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેમાં ૧૨૦૦ જેટલી બોગસ ડિગ્રીના ડેટા પણ મળી આવ્યા છે. જેમાં BEHM.com ગુજરાતની વેબ પોર્ટલના માધ્યમ પરથી રજીસ્ટ્રેશન કરતા હોવાની જાણકારી મળી છે.
સુરત ઝોન-૪ના DCP વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, ડાક્ટરના ક્લિનિક પર તપાસ કરીને તેમની પાસે ડિગ્રી માગી હતી. જેમાં તેમણે ગુજરાત સરકાર દ્વારા માન્ય નથી તેવું બીઈએમએસનું સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. જ્યારે આરોગ્ય વિભાગે આ ડિગ્રી બોગસ હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલમાં આ શખસોની ટીમ ૭૦ હજારમાં ડિગ્રી આપવાની વાત કરતા હતા. જેમાં આ ડિગ્રીઓ રાજ્ય સરકારના આયુષ મંત્રાલય દ્વારા આપવામાં આવતી હોવાની જાણકારી મળી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button