ડાંગ જિલ્લાની મહાલ કેમ્પ સાઇટ ખાતે “ટકાઉ જીવનશૈલી પધ્ધતિ” વિષય આધારિત કાર્યશાળા યોજાઇ :

ડાંગ જિલ્લાની મહાલ કેમ્પ સાઇટ ખાતે “ટકાઉ જીવનશૈલી પધ્ધતિ” વિષય આધારિત કાર્યશાળા યોજાઇ :
આહવા : ડાંગ જિલ્લાના મહાલ કેમ્પ સાઇટ ખાતે ”ગીર ફાઉન્ડેશન ” અને ”ઉત્તર ડાંગ વન વિભાગ” આહવાના સંયુક્ત ઉપક્રમે ભારત સરકારના પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલય એન્વાયર્મેન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ (EEP) ર૦ર૩-ર૪ અંતર્ગત સાતત્યપૂર્ણ જીવનશૈલી અપનાવવાના ભાગરૂપે ગ્રીનિગ ટેકનિક્સ, ઓર્ગેનિક ફાર્મિંગ તેમજ સ્થાનિક જૈવિક વિવિઘતા અંગે સમજ કેળવી તેના સંરક્ષણ અને સંવર્ઘનના મહત્વને સમજવા જેવી બાબતોને સાંકળી લેતી “ટકાઉ જીવનશૈલી પધ્ધતિ” (”Sustainable Lifestyle Practices”) ના ઉદેૃશ સાથે તાલીમ કાર્યશાળા યોજવામા આવી હતી.
આ કાર્યશાળામાં ડાંગ જિલ્લાની કોલેજો તેમજ જિલ્લાની આજુબાજુના વિસ્તારની કોલેજોના કુલ ૧૦૦ જેટલાં વિદ્યાર્થીઓ માટે દોઢ દિવસીય ”વર્કશોપ” યોજવામાં આવ્યો હતો.
“ટકાઉ જીવનશૈલી પધ્ધતિ” (”Sustainable Lifestyle Practices”) તાલીમના અનુભવ થી ભવિષ્યની પેઢીઓને આજના સમયમાં થઇ રહેલી ગ્લોબલ વોર્મિંગમાં ચેંન્જીગની ઝલક તથા તેના સંરક્ષણમાં સામેલ થવાનું પ્રોત્સાહન મળશે, તેમ ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી દિનેશભાઇ રબારીએ આ પ્રસંગે જણાવ્યું હતું.
”Sustainable Lifestyle Practices” વર્કશોપનું આયોજન ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી ડી.એન.રબારીના માર્ગદર્શન હેઠળ મદદનીશ વન સંરક્ષક શ્રી આર. એમ. પટેલ અને રેંજ ફોરેસ્ટ ઓફિસર કાલીબેલ શ્રીમતી એ. બી. પાલવાના સંકલન અને સંચાલન દ્વારા મહાલ કેમ્પ સાઇટ ખાતે યોજવામાં આવ્યો હતો.
આ વર્કશોપમાં આમંત્રિત તજજ્ઞો અને વકતાઓ સર્વેશ્રી ર્ડો. રસ્મીકાંત અંતરાય ગુર્જર, ર્ડો. સાગર જાદવ તથા સંજય ચૌઘરી તેમજ વન વિભાગના સ્થાનિક કર્મચારીઓ, રીસોર્સ પર્સન તથા સ્થાનીક સ્વયંસેવકો પણ સહભાગી થયા હતા.