પતરા બનાવતી કંપનીનો માર્કાનો ઉપયોગ કરતા ગુનો

પતરા બનાવતી કંપનીનો માર્કાનો ઉપયોગ કરતા ગુનો
પીપોદરામાં કંપનીના બે સંચાલક વિરુદ્ધ ફરિયાદ
સુરત :
પતરા બનાવતી કંપની જીએસ ડબ્લ્યુના કોપીરાઈટ સંરક્ષણનું કામ કરતી એજન્સી દ્વારા માંગરોળ તાલુકાના પીપોદરા ગામે ગણેશ પેટ્રોલ પંપ ની પાસે આવેલ માધવ રૂફિંગ ઇન્ડિયા નામની કંપનીમાં લોખંડના પતરા ઉપર જે એસ ડબલ્યુ કલરપોટેટ કંપનીના નામનો ઉલ્લેખ કરી પતરા બનાવતા હોય કંપનીના કોપીરાઇટ સંરક્ષણનું કામ કરતા ઈસમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેમની સામે ટ્રેડમાર્કનો કોપીરાઈટનો ભંગ બદલ કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત મહુતિ અનુસાર લોખંડના પતરા બનાવવાનું કામ કરતી જે એસ ડબલ્યુ કંપનીના કોપીરાઇટ્સ અને ટ્રેટમાર્કનો કોઈ દુરુપયોગ ન કરે તે બાબતે તપાસ કરતા એજન્સીના કર્મચારી ક્રિષ્ના કનોજીયા દ્વારા પીપોદરા ગામે આદિત્ય ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગણેશ પેટ્રોલ પંપની પાસે માધવ રૂફી ઇન્ડિયા એલએલપી નામની કંપનીની અંદર રેડ પાડી હતી અને તેમાં તેમણે આ કંપનીના સંચાલકો દ્વારા જે એસ ડબલ્યુ કંપનીના નામ જેવું જ નામ છાપી ટ્રેડમાર્ક અને કોપીરાઈટનો ભંગ કરતા સંચાલકો રૂમિતભાઈ દેસાઈ અને ઋત્વિકભાઈ દેસાઈ વિરુદ્ધ કોપીરાઈટ અને ટ્રેડમાર્ક ભંગ કર્યાની ફરિયાદ કોસંબા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હોવાનું જાણવા મળે છે.