નવા ફોલ્ડેબલ્સને ગ્રાહકોના પ્રતિસાદને લઈ સેમસંગના જેબી પાર્કે કહ્યું: ભારત વ્યૂહાત્મક બજાર છેઃ

નવા ફોલ્ડેબલ્સને ગ્રાહકોના પ્રતિસાદને લઈ સેમસંગના જેબી પાર્કે કહ્યું: ભારત વ્યૂહાત્મક બજાર છેઃ
ગુરુગ્રામ, ભારત, 5 ઓગસ્ટ, 2025: સેમસંગની સેવંથ જનરેશનના ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ- ગેલેક્સી Z ફોલ્ડ 7, Z ફ્લિપ 7 અને Z ફ્લિપ 7 FEએ ભારતમાં પ્રચંડ માગણી જોઈ છે અને ચુનંદી બજારમાં તો માલ ખતમ થઈ ગયો છે, એમ કંપનીએ જણાવ્યું હતું. સેમસંગને 9 જુલાઈ, 2025ના રોજ લોન્ચના પ્રથમ48 કલાકમાં ગેલેક્સી Z ફોલ્ડ 7, Z ફ્લિપ 7 અને Z ફ્લિપ FE માટે 2.1 લાખ પ્રી- ઓર્ડર પ્રાપ્ક થયા હતા.
આ અદભુત વેચાણ જોતાં સેમસંગ સાઉથવેસ્ટ એશિયા પ્રેસિડેન્ટ અને સીઈઓ જેબી પાર્કે જણાવ્યું કે ભારત ભરપૂર સંભાવના સાથે મુખ્ય વ્યૂહાત્મક બજાર છે અને સેમસંગના વૈશ્વિક ભવિષ્યમાં મુખ્ય પાયો છે.
“સેમસંગ મેક ઈન ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયા અને મજબૂત ડિજિટલ ઈકોસિસ્ટમ જેવી સરકારી પહેલો દ્વારા પ્રેરિત, ભારતની વૃદ્ધિની ગતિ વિશે આશાવાદી રહી છે. સેમસંગે આત્મનિર્ભર અર્થવ્યવસ્થાના ભારતના ધ્યેય સાથે સુમેળ સાધતાં ઈનોવેશન, ઉત્પાદન અને સ્થાનિક મૂલ્ય ઉમેરામાં રોકાણ કરવાનું ચાલુ રાખ્યું છે,’’ એમ પાર્કે જણાવ્યું હતું.
નવ ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ- ગેલેક્સી Z ફોલ્ડ 7, ગેલેક્સી Z ફ્લિપ 7 અને ગેલેક્સી Z ફ્લિપ 7 FE સેમસંગની નોઈડા ફેક્ટરી ખાતે ઉત્પાદન કરવામાં આવી રહ્યા છે. બેન્ગલુરુમાં સેમસંગની આરએન્ડડી સુવિધા ખાતે કામ કરતા ભારતીય એન્જિનિયરોએ નવા ફોલ્ડેબલ્સના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, એમ કંપનીએ જણાવ્યું હતું.
“સેમસંગની ભારત પ્રત્યે લાંબા ગાળાની કટિબદ્ધતા મજબૂત રહી છે, કારણ કે અમને આ દેશમાં અમારી વૈશ્વિક વ્યૂહરચનાનો પાયો જોવા મળી રહ્યો છે. 2 ઉત્પાદન એકમ, 3 આરએન્ડડી સેન્ટરો અને એક ડિઝાઈન સેન્ટર સાથે સેમસંગ ઈન્ડિયા સ્થાનિક માગણી અને વૈશ્વિક બજારોને પહોંચી વળવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે,’’ એમ પાર્કે ઉમેર્યું હતું.
સેમસંગનો ફોલ્ડેબ્સ સાથે ઉત્ક્રાંતિ પામતા પ્રવાસ પર પાર્કે જણાવ્યં કે સંકલ્પના ડિવાઈસીસ નાનાં બનાવવાની છે.
“અમે 5 ઈંચના સ્માર્ટફોન બનાવ્યા ત્યારે તે સૌથી મોટા અને સૌથી આકર્ષક હોવાનું વિચાર્યું હતું. હવે સ્ક્રીન આકાર 6.9 ઈંચ સુધી પહોંચી છે અને તે વધુ મોટો ને મોટો થયો છે. અમુક સ્માર્ટફોન્સ તમારા ખિસ્સામાં જતા નથી અને તે પકડવાનું પણ મુશ્કેલ બને છે. આથી અમે નાના સ્વરૂપનું પરિબળ કઈ રીતે બનાવી શકાય તે વિશે વિચારતા હતા. તે સમયે અમે તેને ફ્લિપ કર્યું અથવા ફોલ્ડ કર્યું. મને લાગે છે કે આ પ્રવાહ હવે અન્ય બ્રાન્ડ્સ પણ અનુસરી રહ્યા છે,’’ એમ પાર્કે જણાવ્યું હતું.
ગેલેક્સી Z ફોલ્ડ 7 અને Z ફ્લિપ 7 મોટા ડિસ્પ્લે સાથે આવે છે અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ફીચર્સ અનુભવવા માટે સૌથી ઉત્તમ મોબાઈલ ડિવાઈસીસ છે, એમ પાર્કે જણાવ્યું હતું.