પાંડુરંગ ખાનખોજે પ્રાથમિક શાળા ક્રમાંક 232 માં સેમિનારથી સફળતા નું આયોજન

પાંડુરંગ ખાનખોજે પ્રાથમિક શાળા ક્રમાંક 232 માં સેમિનારથી સફળતા નું આયોજન
અમરોલી વિસ્તારની પ્રસિદ્ધ પ્રાથમિક શાળા પાંડુરંગ ખાનખોજે પ્રાથમિક શાળામાં. સામાજિક વિજ્ઞાનના વિષય શિક્ષક પ્રવિણસિંહ પરમાર દ્વારા બિરસા મુંડા ની 150 જન્મ જયંતીના વર્ષ નિમિત્તે યુનિવર્સિટી કક્ષાએ આયોજન થાય છે તેવું નાનકડું શાળા કક્ષાએ પણ એક સેમીનાર આયોજન કરવામાં આવ્યું હતું તેમાં બાળકો દ્વારા બિરસા મુંડા વિષય પર પોતાના વિચારો રિસર્ચ પેપર સ્વરૂપે તેઓએ રજૂ કર્યા હતા બાળકોએ આ રિસર્ચ પેપર બનાવવા માટે પાઠ્યપુસ્તક અને ચેટ જીપીટી નો ઉપયોગ તેમજ AI નો ઉપયોગ કરી પોતાની સમજ શક્તિ મુજબ પેપર બનાવ્યા અને વર્ગ સમક્ષ રજૂ કર્યા…બાળકો માં ટેક્નોલોજી ઉપયોગ વિશે સભાન બને અને નવીન માહિતી મેળવતા થાય તે હેતુસર આજે અભ્યાસના ભાગ રૂપે નવતર કહી શકાય તેવી સેમિનાર દ્વારા સફળતા પ્રવુતિ કરાવી ..એક નવીન કાર્ય કર્યું . વિધાર્થીઓએ પણ ખુબજ ઉત્સાહથી ભાગ લીધો..સમગ્ર આયોજન..શાળાના સામાજિક વિજ્ઞાન શિક્ષક પ્રવિણસિંહ પરમાર દ્વારા થયું હતું .