ગુજરાત

નવરાત્રીના પાવન પર્વ દરમિયાન વધુ એક અંગદાન

  • નવરાત્રીના પાવન પર્વ દરમિયાન વધુ એક અંગદાન
  • ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા સુરતની કિરણ હોસ્પિટલ થી કરાવવામાં આવ્યું.

  • ચરોતર લેઉવા પટેલ સમાજના બ્રેઇનડેડ દિનેશભાઇ ઠાકોરભાઈ પટેલ ઉ.વ ૭૨ ના પરિવારે
    ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી તેઓના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી ચાર વ્યક્તિઓને નવજીવન બક્ષી
  • માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી

ઓલ્ડ સ્ટ્રીટ ગામ ગાંગપોર, તા. પલસાણા, જી. સુરતના રહેવાસી અને નિવૃત જીવન જીવતા દિનેશભાઇ ઠાકોરભાઈ પટેલ ઉ. વ. ૭૨ તા. ૨૬ સપ્ટેમ્બર ના રોજ બપોરે ૧૧:૩૦ કલાકે જમીને બેઠા હતા ત્યારે બેભાન થઇ ગયા હતા. પરિવારજનોએ તેઓને તાત્કાલિક સુરતની તાપી ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સ માં ફિજીશ્યન ડૉ. અશ્વિન પટેલની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરી. નિદાન માટે CT સ્કેન અને MIR કરાવતા બ્રેઈન સ્ટોક ને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું.

તા. ૨૭ સપ્ટેમ્બરના રોજ ન્યુરોફિજીશ્યન ડૉ. રોશન પટેલ અને તેમની ટીમે દિનેશભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા. દિનેશભાઈ ના પુત્ર ધવલભાઈએ તેમના પિતાના અંગદાન કરાવવાની ઈચ્છા વ્યક્ત કરતા ડૉ. ધ્રુવ જરીવાલાએ ડોનેટ લાઈફના સ્થાપક નીલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી દિનેશભાઈ ના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી.

ડોનેટ લાઈફ ની ટીમે હોસ્પિટલ પહોંચી દિનેશભાઈના પુત્ર ધવલભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યોને, તેમના બ્રેઈન ડેડ પિતાના અંગદાન કરાવવાના નિર્ણય બદલ અભિનંદન પાઠવી જણાવ્યું કે તેઓ ઇન્ટરનલ ઓર્ગન્સ (કિડની અને લિવર) ના અંગોના દાન કરાવવા માંગો છો પરંતુ દેશમાં કેટલાય વ્યક્તિઓ અકસ્માતમાં કે ઇલેક્ટ્રિક કરંટ લાગવાને કારણે પોતાના હાથ ગુમાવે છે. આવા વ્યક્તિઓએ સ્વાવલંબી જીવન જીવવાને બદલે પરાવલંબી જીવન જીવવું પડતું હોઈએ છે. તેથી જો તેઓ તેમના પિતાના હાથના દાનની પણ મંજુરી આપે તો આવા દિવ્યાંગ વ્યક્તિઓને પણ નવું જીવન મળી શકે. ધવલભાઈ અને તેમના પરિવારે તેમના પિતાના કિડની, લિવર, ચક્ષુઓ સાથે હાથના દાન કરાવવાની પણ મંજુરી આપી. દિનેશભાઈના પરિવારમાં પત્ની ગીતાબેન ઉં.વ. ૬૫, પુત્ર ધવલભાઈ ઉ.વ. ૪૨ જેઓની મહુવા તાલુકાના તરસાડી ગામે ઓર્ગેનિક ખાતર (પી. આર. ઓર્ગેનિક પ્રા. લિ.) બનાવવાની ફેક્ટરી છે. પુત્રવધુ ધર્મીબેન ઉ.વ. ૪૧, પૌત્રી સલોની, કેરલ, ઝરા અને હીર, પુત્રી જશ્મીના વિપુલભાઈ પટેલ ઉ.વ. ૪૪ જે પરણિત છે.

કાયદા અનુસાર જે હોસ્પિટલ થી અંગોનું દાન કરાવવાનું હોય તે હોસ્પિટલનું ઓર્ગન એન્ડ ટીસ્યુ રીટ્રાઈવલ હોસ્પિટલ (OTRH) તરીકે નું રજીસ્ટ્રેશન SOTTO અને NOTTO માં થયેલું હોવું જોઈએ. તાપી ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સનું OTRH તરીકે રજીસ્ટર્ડ ના હોવાને કારણે ડોનેટ લાઈફ દ્વારા SOTTO નું માર્ગદર્શન મેળવવામાં આવ્યું, ત્યારબાદ દિનેશભાઈ ને તાપી ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સ થી કિરણ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા, જ્યાં મેડીકલ ડાયરેક્ટર ડૉ. હર્ષદ જોશી, ન્યુરોફિજીશ્યન ડૉ. હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. દર્શન ત્રિવેદી અને ડૉ. અંકિત પટેલે એપ્નિયા ટેસ્ટ કરી દિનેશભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા.

SOTTO દ્વારા બંને કિડની અને લિવર કિરણ હોસ્પિટલને ફાળવવામાં આવી. જયારે દેશમાં હાથના ટ્રાન્સપ્લાન્ટ માટે યોગ્ય મેચિંગ ધરાવતો જરૂરિયાતમંદ દર્દી ના હોવાને કારણે હાથનું દાન થઇ શક્યું ના હતું.

દાનમાં મેળવવામાં આવેલી બંને કિડનીઓનું ડ્યુઅલ ટ્રાન્સપ્લાન્ટ બારડોલીના રહેવાસી ઉ.વ. ૬૦ વર્ષીય વ્યક્તિમાં
ડૉ. પ્રમોદ પટેલ, ડૉ. મુકેશ આહિર, ડૉ. કલ્પેશ ગોહિલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું, જયારે લિવરનું ટ્રાન્સપ્લાન્ટ થાણે, મહારાષ્ટ્રના રહેવાસી ઉ.વ. ૫૦ વર્ષીય વ્યક્તિમાં ડૉ. ધર્મેશ ધાનાણી, ડૉ. ગૌરવ ગુપ્તા, ડૉ. રુચિર ઝવેરી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું. તેમજ ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુ બેન્કના ડૉ. પ્રફુલ શીરોયાએ સ્વીકાર્યું.

અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં દિનેશભાઈના પત્ની ગીતાબેન, પુત્ર ધવલભાઈ, પુત્રવધુ ધર્મીબેન, પુત્રી જશ્મીનાબેન, ભાઈ નરેશભાઈ, બહેન ઇલાબેન, ભત્રીજા પરેશભાઈ, કૃષ્ણાંત, મિલન, ભાભી મંજુલાબેન, પૌત્રી સલોની, કેરલ, ઝરા, હીર તથા પટેલ પરિવારના અન્ય સભ્યો, ફિઝીશિયન ડૉ. અશ્વિન પટેલ, ન્યુરોસર્જન ડૉ. રોશન પટેલ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. ધ્રુવ જરીવાલા, કાર્ડિયોલોજીસ્ટ ડૉ. શિલ્પેશ ચાંપાનેરીયા, ચેસ્ટ ફિઝીશિયન ડૉ. અલ્પેશ પરમાર, રજીસ્ટાર ડૉ. દર્શન સુહાગીયા, RMO ડૉ. હાર્દિક કલસરિયા, ડૉ. અમન મુલતાની, તાપી ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સ ના સંચાલકો અને સ્ટાફ, મેડીકલ ડાયરેક્ટર ડૉ. હર્ષદ જોશી, ન્યુરોફીઝીશયન ડૉ. હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. દર્શન ત્રિવેદી, ડૉ. અંકિત પટેલ, ટ્રાન્સપ્લાન્ટ કૉ-ઓર્ડીનેટર ડૉ. અલ્પા પટેલ, એનેસ્થેસિયા ટીમ, કિરણ હોસ્પીટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફના પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણી, નિહીર પ્રજાપતિ, વિશાલ ચૌહાણ અને ભરતભાઈ ત્રિવેદીનો સહકાર સાંપડ્યો હતો.

ડોનેટ લાઈફ દ્વારા કુલ ૧૩૪૬ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે. જેમાં ૫૪૬ કિડની, ૨૩૭ લિવર, ૫૭ હૃદય, ૫૨ ફેફસાં, ૯ પેન્ક્રીઆસ, ૮ હાથ, ૧ નાનું આતરડું અને ૪૩૬ ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ ૧૨૪૧ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button