“કલોલમાં નિઃશુલ્ક કૃત્રિમ હાથ-પગ અને ટ્રાયસિકલ્સ વિતરણ કાર્યક્રમ: ૧૦૦ દિવ્યાંગ ભાઈ-બહેનોને મળશે સહાય”

“કલોલમાં નિઃશુલ્ક કૃત્રિમ હાથ-પગ અને ટ્રાયસિકલ્સ વિતરણ કાર્યક્રમ: ૧૦૦ દિવ્યાંગ ભાઈ-બહેનોને મળશે સહાય”
શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ ટ્રસ્ટ કલોલ સંચાલિત સ્વામિનારાયણ યુનિવર્સિટી, પ્રેમસ્વરૂપ સ્વામી મલ્ટીસ્પેશિયલિટી હૉસ્પિટલ અને ફેકલ્ટી ઑફ ફિઝિયોથેરાપી દ્વારા, શાસ્ત્રી સ્વામી ડૉ. પ્રેમસ્વરૂપદાસજીના વિશેષ આશીર્વાદથી તથા તમામ ગુરુકુળ ના સંતગણ ના દિવ્ય આશીર્વાદથી , સમાજના દિવ્યાંગ ભાઈ-બહેનો માટે સેવા યજ્ઞ ૨૦૨૫–૨૬ અંતર્ગત નિઃશુલ્ક કૃત્રિમ હાથ અને પગની માપણી, ચાલવામાં અશક્ત ભાઈ બહેનો ને ટ્રાયસિકલ્સ ની નોધણી તથા નિષ્ણાત ડોક્ટર ની ટીમ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમ અતિથી વિશેષ તરીકે કલોલ તાલુકા ના ધારાસભ્ય માનનીય બકાજી ઠાકોર તથા આસપાસ ના વિસ્તારોના પ્રતિષ્ઠિત સામાજિક આગેવાનો ની વિશેષ ઉપસ્થિતિથી કાર્યક્રમને વધુ ઉર્જા અને પ્રેરણા પ્રાપ્ત થઈ.
આ કાર્યક્રમ હેઠળ જીવનમાં પુનઃ ગતિ અને ગૌરવ આવે તે માટે ૧૦૦ નિઃશુલ્ક કૃત્રિમ હાથ અને પગ, ૧૦૦ નિઃશુલ્ક વિશેષ ટ્રાયસિકલ્સ નું વિતરણ કરવામાં આવશે.
આજ રોજ દિવ્યાંગ ભાઈ તથા બહેનો નું હાથ અને પગ નું માપ લેવામાં આવ્યું તથા કૃત્રિમ હાથ અને પગ પહેરવાના ફાયદા તથા ગેરફાયદા ની સમજુતી આપી. સમાજમાં સેવાભાવની ભાવના મજબૂત બને અને દિવ્યાંગ ભાઈ-બહેનોને નવી આશા મળે તે હેતુસર આ સેવા કાર્ય ૩ ડીસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિવસ કે જેનો હેતુ દિવ્યાંગ વ્યક્તિઓ ના અધિકાર , સશક્તિકરણ અને સમાવેશ અંગે જાગૃતિ લાવવાના મહત્વના અવસર પર આયોજિત કરવામાં આવ્યું હતું. 320 થી વધુ લાભાર્થીઓએ જરૂરી દસ્તાવેજો સાથે આવીને મેઝરમેન્ટ કરાવેલ હતું.
આ અભિયાન દ્વારા સમાજમાં માનવતા, સેવા, કરુણા અને સર્જનાત્મક સહકારને ઉત્તેજન મળશે. શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ ટ્રસ્ટ દ્વારા આ દિવ્યાંગ ભાઈ બહેનો માટે 70 લાખ કરતા પણ વધુ નો ખર્ચ કરી આ જરૂરિયાતમંદ લોકો ને સેવા નો લાભ આપ્યો છે. જેનું વિતરણ જાન્યુઆરી 2026 માં થવાનું છે.“ચાલવાની શક્તિ આપવું એટલે જીવનનો વિશ્વાસ પરત આપવો.”



