ઓટોમોબાઇલ્સ
સુરતમાં ઉધના ખાતે આવેલા ટોયોટાના નવીનતમ ઓથોરાઈઝ ડીલર મુંજાણી ટોયોટા શોરૂમ ખાતે કાર શોકેસ કરવામાં આવી

સુરત: કાર ઉત્પાદક કંપની ટોયોટા દ્વારા તેની વિશ્વની સૌથી વધુ વેચાતી કારોમાં સામેલ બેસ્ટ હાઇબ્રિડ સેડાન કાર ટોયોટા કેમરીને આજરોજ સુરતમાં ઉધના ખાતે આવેલા કંપનીના નવીનતમ ઓથોરાઝ ડીલર મુંજાણી ટોયોટા શોરૂમ ખાતે શોકેસ કરવામાં આવી હતી.
આ પ્રસંગે મુંજાણી ટોયોટા ના ડાયરેક્ટર અને સીઈઓ ભાવેશ પટેલ જણાવ્યું હતું કે સુરતમાં ટોયોટાની બેસ્ટ સેલિંગ કાર સુરત ખાતે શોકેસ કરતા અમે ખુશી અનુભવી રહ્યા છે. ટોયોટાની કેમરી કાર એ વર્લ્ડ ની હાઈએસ્ટ સેલીંગ કાર છે. આ કારની ખાસિયત એ છે કે તે હાઈબ્રીડ કાર હોવાથી ફ્યુલ અને ઇલેક્ટ્રિક મોડ પર ચાલે છે. તેના કારણે બેસ્ટ માઈલેજ ઇકોનોમિ મળવા સાથે જ આ એક લકઝરીયસ અને આરામદાયક કાર છે. હવે સુરતના કાર શોખીનો માટે આ લકઝરિયસ અને કમ્ફોર્ટબલ સેડાન કાર સુરતમાં મુંજાણી ટોયોટા ઉધનામાં પણ ઉપલબ્ધ છે.