રાજનીતિ

ઓબીસી સમાજના કાર્યક્રમમાં ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાનું મોટું નિવેદન

ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં પુરુષોત્તમ રૂપાલા દ્વારા ઉમેદવારી ફોર્મ ભરી દેવામાં આવ્યું છે. તેની સાથે પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજકોટમાં સભાઓ કરીને ચુંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. એવામાં ઓબીસી સમાજ ના કાર્યક્રમમાં તેમના દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે.

રાજકોટમાં પરષોત્તમ રૂપાલા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રામે રાવણને હરાવવા માટે અયોધ્યાની સેના મંગાવી નહોતી, તેની સાથે જે વનવાસી રહેલા હતા. તે આદિવાસી હતા તેને સાથે લઈ રાવણને હરાવ્યો હતો. મને પણ વિશ્વાસ છે કે, તમે બધા સમાજ, નાના-નાના લોકો ચૂંટણી જીતાડવા માટે સક્ષમ રહેલા છો.તેમના દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, મને બક્ષીપંચના લોકોને કહેવાનું મન થાય છે કે, મે ભારત સરકારમાં ઘુમતું સેલ બનાવવાનું કામ કર્યું છે. હવે તેનું રજીસ્ટ્રેશન પણ કરવામાં આવી રહ્યું છે, કયો સમાજ ક્યા રાજ્યમાં ઘુમતું પ્રકારે પશુપાલન કરી રહ્યો છે.

તેમજ તેમને ભારત સરકારની યોજનાનો લાભ કઈ રીતે મળે તે બાબતનું કામ ભારત સરકાર દ્વારા કરાઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વાઇબ્રન્ટ વિલેજ નામનું અભિયાન છેડવામાં આવેલ છે. તેના હેઠળ બોર્ડરના ગામોને સધ્ધર બનાવવાનું કામકાજ કરાયું છે. બોર્ડરના ગામના લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન હોવાની જાણકારી સામે આવી છે.તેની સાથે વધુમાં કહ્યું કે, આપણને જેમ કોરોનાની રસી આપી તેમ ભારત ભરનાં પશુઓને જુદી જુદી રસી અપાવવાનું કામ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાયું છે. દેશમ 15,000 કરોડ રૂ. નો રસીકરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button