ક્રાઇમ
પાલનપુરની એક પેઢીમાં દરોડા દરમિયાન 2700 કિલો શંકાસ્પદ ઘી ઝડપાયું

બનાસકાંઠાના પાલનપુરની એક પેઢીમાંથી ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે દરોડા દરમિયાન 2700 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો છે. તેમજ અનમોલ પ્રીમિયમ બ્રાન્ડ ઘીના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલ્યા છે.
પાલ્નપુર તાલુકામાં આવેલી ધાન્વી એન્ટરપ્રાઇઝમાં ઘીમાં ભેળસેળ કરાતી હોવાની ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમને બાતમી મળી હતી. જે બાતમીના આધારે શુક્રવારે પેઢીના માલિક હિતેશ મોદીની હાજરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જે દરમિયાન અનમોલ પ્રીમીયમ બ્રાન્ડ ઘીનાં 6 નમૂના અને અન્ય ઘીનાં 1 એમ કુલ 7 નમૂના લેવામાં આવ્યા હતા. સાથે 2700 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો છે. ઘીની કિંમત અંદાજે 17 લાખ રૂપિયા થાય છે. જ્યારે આ સેમ્પલ તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે