ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ જેઈઈ મેઈન સીઝન એ અને 2 માં યોગી પ્રવૃત્તિ વિદ્યાલયના વિદ્યાર્થીઓ ઝળહળતુ પરિણામ આવ્યુ છે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ જેઈઈ મેઈન સીઝન એ અને 2 માં યોગી પ્રવૃત્તિ વિદ્યાલયના વિદ્યાર્થીઓ ઝળહળતુ પરિણામ આવ્યુ છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી એ 24મી એપ્રિલે જેઈઈ મેઈન્સ 2024 સેશન 1 અને 2નું પરિણામ જાહેર કર્યું હતું. એન્જિનિયરિંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે જોઈન્ટ એન્ટ્રન્સ ટેસ્ટ મેઈન્સ સેશન-2 માટે હાજર થયેલા ઉમેદવારો જાહેર કર્યુ હતું. જેમાં સુરતના કતારગામ ખાતે આવેલ યોગી પ્રવૃત્તિ વિદ્યાલયનું ઝળહળતુ પરિણામ આવ્યુ છે. યોગી પ્રવૃત્તિ વિદ્યાલયમાં 4 વિદ્યાર્થીઓ 99 પ્લસ પીઆર રેન્ક, 40 વિદ્યાર્થીઓએ 90 પ્લસ પીઆર રેન્ક, 20 વિદ્યાર્થીઓએ 95 પ્લસ પીઆર રેન્ક આ વિદ્યાર્થીઓમાંથી 99.75 પીઆર રેન્ક સાથે વિરડિયા દર્શ જેઈઈ સિઝન વનમાં શાળામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. તો ફિઝિક્સ જેવા અઘરા વિષયમાં 100માંથી 100 એનટીએ સ્કોર મેળવ્યો છે. તથા જેઈઈ સીિઝન ટુમાં 99.65 પીઆર રેન્ક સાથે ગોંડલિયા વત્સલ અને 99.51 પી આર રેન્ક સાથે ગોંડલિયા યસ અને 99.24 પી આર રેન્ક સાથે વઘાસીયા યુવાંશ બાજી મારી હતી તો આ અંગે શાળા દ્વારા વધુ માહિતી અપાઈ હતી.