રાજનીતિ
નવસારી સંસદીય બેઠકમાં સમાવિષ્ટ લિંબાયત સહિતના વિવિધ વિસ્તારોમાં સ્થાનિક મુસ્લિમ મતદારોમાં મતદાન માટે ભારે ઉત્સાહ

નવસારી સંસદીય બેઠકમાં સમાવિષ્ટ લિંબાયત સહિતના વિવિધ વિસ્તારોમાં સ્થાનિક મુસ્લિમ મતદારોમાં મતદાન માટે ભારે ઉત્સાહ
યુવાઓ, મહિલાઓ, વૃધ્ધજનોએ મોટી સંખ્યામાં મતદાન માટે ઉમટી પડ્યા
સુરત:મંગળવાર:- ૨૫-નવસારી સંસદીય બેઠકમાં સમાવિષ્ટ સુરતની લિંબાયત વિધાનસભાના મતવિસ્તારમાં સવારથી જ મતદારોએ કતારો લગાવી લોકશાહીના મહાપર્વમાં ભાગ લીધો હતો. ઉનાળાની અસહ્ય ગરમી- હિટ વેવ હોવા છતાં પણ સવારથી અને ખાસ કરીને મતદાનના અંતિમ બે કલાકમાં યુવાઓ, મહિલાઓ, વૃધ્ધજનોએ મોટી સંખ્યામાં મતદાન માટે ઉમટી પડ્યા હતા.
લિંબાયતના મીઠી ખાડી વિસ્તાર નજીક મલ્ટી એક્ટિવિટી સેન્ટર, કમરૂનગર મતદાન મથક પર સ્થાનિક મુસ્લિમ મતદારોમાં મતદાન માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.