વોકહાર્ટ હોસ્પિટલ્સ ખાતે 22 વર્ષીય યુવતીનું મિનિમલી ઇન્વેસિવ હાર્ટ ઓપરેશન સફળતાપૂર્વક કરાયું
રાજકોટ : વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ હંમેશાથી ક્રિટિકલ કેસીસની સરળ રીતે સારવાર કરવા માટે જાણીતું છે. અહીંના ડોક્ટર્સની ટીમ અભૂતપૂર્વ છે. તાજેતરમાં જ એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે એક 22 વર્ષીય યુવતી મુખ્ય મેડિકલ પ્રક્રિયા બાદ સ્વસ્થ થઇ. આ યુવતી ડાબી બાજુના M1 MCA ઇન્ફાર્ક્ટને કારણે સ્ટ્રોકનો ભોગ બની હતી. તેમને વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે લાવવામાં આવ્યા અને ડૉ. ચિંતન મહેતા (કન્સલ્ટન્ટ-કાર્ડિયો વાસ્ક્યુલર થોરાસિક અને મિનિમલ ઇન્વેઝિવ કાર્ડિયાક સર્જન) અર્થે લાવવામાં આવ્યા. તેમની સારવારમાં મોટી ડાબી Aetrial (LA) myoxma હોવાનું બહાર આવ્યું હતું, જે મિટ્રલના પ્રવાહમાં હળવા અવરોધનું કારણ બની રહ્યું હતું. આ યુવતીએ શરૂઆતમાં મિકેનિકલ થ્રોમ્બેક્ટોમી કરાવી અને ચાર અઠવાડિયામાં તેમની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જણાયો.
આ યુવતીને સ્ટ્રોકની રિકવરી બાદ, LA myoxma (હૃદય ની ગાંઠ) દૂર કરવા માટેમિનિમલી ઇન્વેઝિવ સર્જરી કરવામાં આવી, તેમને છાતીની જમણી બાજુએ 2 ઇંચના નાના ચીરા દ્વારા કરવામાં આવેલી સર્જરી સફળ રહી હતી. ઉલ્લેખનીય રીતે, ઓપરેશનના 2 કલાકમાં જ તેઓ હોશમાં આવી ગયા. આ યુવતીને શરૂઆતમાં પ્રવાહી ખોરાક માટે કહેવામાં આવ્યું અને પછીથી તેઓને સોલિડ ફૂડ માટેની આપવામાં આવી.સર્જરીના પ્રથમ દિવસે જ તેઓ હલનચલન કરી શક્યા અને તેમને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા. તેમની સ્થિતિ ઘણી સુધારા પર હતી અને સર્જરીના બીજા જ દિવસે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.
ડૉ. ચિંતન મહેતા (કન્સલ્ટન્ટ – કાર્ડિયો વાસ્ક્યુલર થોરાસિક અને મિનિમલ ઇન્વેઝિવ કાર્ડિયાક સર્જન, વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ) અને તેમની ટીમ દ્વારા આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પડાયું અને મિનિમલી ઇન્વેઝિવ સર્જરીના મહત્વને પ્રકાશિત કર્યું.