વ્યાપાર

સુરતમાં લક્ઝરી કાર માર્કેટને નવી દિશા

  • સુરતમાં લક્ઝરી કાર માર્કેટને નવી દિશા
  • MG Selectના આધુનિક એક્સપીરિયન્સ સેન્ટરમાં પ્રીમિયમ ઇલેક્ટ્રિક કાર્સ રજૂ
  • દેશના 13 શહેરોમાં 14 સેન્ટર્સ શરૂ; એમજી સાયબરસ્ટર અને એમજી એમ9 જેવા લક્ઝરી ઇલેક્ટ્રિક મોડેલ્સનું પ્રદર્શન

સુરત, 17 માર્ચ: JSW MG Motor India દ્વારા ઓટોમોટિવ લક્ઝરીના નવા યુગની શરૂઆત કરતા સુરત શહેરમાં તેના નવીનતમ અને સૌથી મોટા MG Select એક્સપીરિયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ‘રીઇમેજિનિંગ લક્ઝરી’ની ફિલસૂફી પર આધારિત આ સેન્ટર કાર ખરીદદારોને વૈભવી, આધુનિક અને ટેક્નોલોજી આધારિત અનુભવ પૂરો પાડવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ એક્સપીરિયન્સ સેન્ટર સુરતના ન્યૂ સિટી લાઇટ વિસ્તારમાં આવેલું છે અને દેશના 13 મુખ્ય શહેરોમાં સ્થાપિત કરવામાં આવેલા 14 એમજી સિલેક્ટ સેન્ટર્સમાંથી એક મહત્વપૂર્ણ સેન્ટર ગણાય છે. અહીં બ્રાન્ડના પ્રથમ લક્ઝરી ઇલેક્ટ્રિક મોડેલ્સ MG Cyberster અને MG M9નું પ્રદર્શન કરવામાં આવ્યું છે, જેથી કાર પ્રેમીઓ અને ગ્રાહકો આ આધુનિક કારને નજીકથી જાણી શકે.

આર્ટ ગેલેરીથી પ્રેરિત ડિઝાઇન સાથે તૈયાર કરવામાં આવેલા આ સેન્ટરમાં મિનિમલ અને ગેલેરી જેવી જગ્યા બનાવવામાં આવી છે, જ્યાં ‘ઓછું જ વધારે છે’ના સિદ્ધાંત પર ભાર મૂકવામાં આવ્યો છે. વિશાળ અને પ્રાકૃતિક પ્રકાશથી ભરપૂર આ શોરૂમમાં કારને શિલ્પકલાના એક ભાગ તરીકે રજૂ કરવામાં આવે છે, જેથી ગ્રાહકોને અનોખો અને પ્રીમિયમ અનુભવ મળે. એમજી સિલેક્ટના હેડ Milind Shahએ જણાવ્યું હતું કે એમજી સાયબરસ્ટર અને એમજી એમ9 લોન્ચ થયા બાદ ગ્રાહકો તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો છે. લક્ઝરી ઇવી સેગમેન્ટમાં કંપની ઝડપથી આગળ વધી રહી છે અને સુરત શહેર લક્ઝરી ઓટોમોબાઈલ માટે મહત્વપૂર્ણ બજાર તરીકે ઉભરી રહ્યું છે. સુરતના એમજી સિલેક્ટના ડીલર પ્રિન્સિપાલ Sonam Jainએ જણાવ્યું હતું કે આ સેન્ટર પરંપરાગત શોરૂમથી આગળ વધીને ગ્રાહકોને નવી પેઢીની ઓટોમોટિવ લક્ઝરીનો અનુભવ કરાવશે અને સુરતમાં લક્ઝરી કાર બજારને નવી દિશા આપશે. વિશ્વની સૌથી ઝડપી એમજી કાર ગણાતી MG Cyberster 580 કિમીની એઆરએઆઈ સર્ટિફાઇડ રેન્જ અને માત્ર 3.2 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડવાની ક્ષમતા ધરાવે છે. તેની એક્સ-શોરૂમ કિંમત ₹74.99 લાખ છે, જ્યારે MG M9ની એક્સ-શોરૂમ કિંમત ₹69.90 લાખ રાખવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button