કૃષિ

‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે અમરોલી ખાતે વિશેષ વોકેથોન યોજાઈ

‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે અમરોલી ખાતે વિશેષ વોકેથોન યોજાઈ
‘પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ’ની થીમ આધારિત વોકેથોનમાં ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓનું પોસ્ટર પ્રદર્શન


‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ-ગાંધીનગર અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના નેજા હેઠળ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીના સહયોગથી અમરોલી ખાતે પ્લાસ્ટિક પ્રદૂષણને અટકાવવાના હેતુ સાથે વિશેષ વોકેથોન યોજાઈ હતી. અમરોલી સ્થિત આર.વી.પટેલ અને વી.એલ.શાહ કોમર્સ કોલેજ સહિત NCC અને NSSના આશરે ૨૫૦ વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિકમુક્ત પર્યાવરણની થીમ પર વિવિધ પોસ્ટરો પ્રદર્શિત કર્યા હતા.
આ પ્રસંગે જિ.રમત વિકાસ અધિકારી કનુભાઈ રાઠોડ, જિ. રમત ગમત અધિકારી વિરલ પટેલ, જિ.યુવા વિકાસ અધિકારી રાધિકા લાઠિયા, આર.વી.પટેલ કોલેજના આચાર્ય મુકેશ ગોયાણી સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વોકેથોનમાં જોડાયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button