અદાણી સિમેન્ટ TNFD ભલામણો સ્વીકારનાર ભારતની પ્રથમ સિમેન્ટ કંપની બની

અદાણી સિમેન્ટ TNFD ભલામણો સ્વીકારનાર ભારતની પ્રથમ સિમેન્ટ કંપની બની
અમદાવાદ, 14 November 2025
અંબુજા સિમેન્ટ લિમિટેડ અને તેની પેટાકંપનીઓ ભારતીય સિમેન્ટ ઉદ્યોગમાં ટાસ્કફોર્સ ઓન નેચર-રિલેટેડ ફાઇનાન્શિયલ ડિસ્ક્લોઝર (TNFD) ભલામણો અપનાવનાર પ્રથમ કંપની બની છે. વૈશ્વિક સ્તરે ૯મી સૌથી મોટી બિલ્ડિંગ મટિરિયલ સોલ્યુશન્સ આપનાર કંપની આ સાથે પ્રકૃતિને સાનુકૂળ વ્યાવસાયિક પરિવર્તન કરનાર ટોચના વૈશ્વિક ઉદ્યોગોમાં સામેલ થઈ છે. TNFD ભલામણોને સ્વીકારીને અદાણી સિમેન્ટ પ્રકૃતિ-સંબંધિત જોખમો અને સંભાવનાઓની ઓળખ, સમીક્ષા, સંચાલન અને તદઅનુસાર તે જાહેર કરવા માટે પ્રતિબદ્ધ છે. કંપની આ રીતે ટકાઉ ઉત્પાદનમાં તેનું ટોચનું સ્થાન વધુ મજબૂત બનાવે છે. અદાણી સિમેન્ટ, જેમાં ભારતની પ્રતિષ્ઠિત અને સૌથી વિશ્વસનીય સિમેન્ટ બ્રાન્ડ્સ—અંબુજા સિમેન્ટ્સ અને ACCનો સમાવેશ થાય છે, તે TNFD નિયમો અપનાવનાર વિશ્વની સાત સિમેન્ટ કંપની પૈકી એક બની છે.
અદાણી ગ્રુપના સિમેન્ટ બિઝનેસના સીઈઓ શ્રી વિનોદ બાહેટીએ જણાવ્યું હતું કે, “TNFD નિયમોનો સ્વીકાર અદાણી સિમેન્ટની પ્રકૃતિને સાનુકૂળ પ્રગતિ તથા પર્યાવરણલક્ષી કામગીરીમાં અગ્રીમ રહેવાની સફરની આ મહત્વપૂર્ણ ક્ષણ છે. TNFD નિયમો અનુસાર વિગતો જાહેર કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરીને આ ક્ષેત્રમાં પ્રથમ હોવાનો અમને ગર્વ છે. જવાબદાર વ્યવસાય તરીકે લાંબા ગાળાની સફળતા આ બાબત આવશ્યક છે તેવી અમારી માન્યતાને સુનિશ્ચિત કરે છે. આ પ્રતિબદ્ધતા ડીકાર્બોનાઇઝેશનમાં અમારી તાજેતરની પ્રગતિ પર આધારિત છે, જેમાં વિશ્વમાં પ્રથમ વખત કૂલબ્રુકની રોટોડાયનેમિક હીટર™️ (RDH™️) ટેકનોલોજીના વ્યાપારી ઉપયોગનો સમાવેશ થાય છે. અમે નેટ ઝીરો તરફ ઝડપથી આગળ વધી રહ્યા છીએ, બાયોડાયવર્સિટી વધારી રહ્યા છીએ તેમજ અમારી કામગીરીને સાનુકૂળ બનાવી રહ્યા છીએ. અદાણી ગ્રુપની સર્વગ્રાહી ઇકોસિસ્ટમને અનુરૂપ નવીનતા, ડિજિટલાઇઝેશન તથા પુનઃપ્રાપ્ય ઊર્જા સ્રોતોની દિશામાં અમારી કામગીરી ભારતના ટકાઉ વિકાસ લક્ષ્યોને સમર્થન આપવાની સાથે તમામ પક્ષકારો માટે લાભદાયક બની રહેશે.”
TNFD એ યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ ફાઇનાન્સ ઇનિશિયેટિવ (UNEP FI), યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP), વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ (WWF) અને ગ્લોબલ કેનોપી દ્વારા સ્થાપિત વૈશ્વિક વિજ્ઞાન-આધારિત પહેલ છે. તે કંપનીઓને જરૂરિયાત મુજબ આવશ્યક નિર્ણય લેવા અને કોર્પોરેટ રિપોર્ટિંગમાં પ્રકૃતિલક્ષી સર્વગ્રાહી માર્ગદર્શન આપે છે.
અદાણી સિમેન્ટ નાણાકીય વર્ષ-26થી TNFD-નિર્ધારિત ભલામણોને ઔપચારિક રીતે અપનાવશે અને તે દ્વારા પર્યાવરણીય કામગીરીમાં પારદર્શિતા અને જવાબદારી વધારશે. આ પગલું કંપનીની હાલની આબોહવા જોખમ સમીક્ષા તથા વિગતો જાહેર કરવાની પદ્ધતિ પર આધારિત છે, જે વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત માળખાને અનુરૂપ છે. અદાણી સિમેન્ટે પહેલેથી જ મજબૂત ESG ધોરણો અપનાવેલાં છે, જે અંતર્ગત મોટાપાયે વનીકરણનો સમાવેશ થાય છે. કંપનીએ 7 મિલિયનથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું છે, પાણીના વપરાશના વૈશ્વિક ધોરણો અપનાવીને 12x પાણીની બચત કરી છે એટલું જ નહીં પરંતુ ઉત્પાદન સ્થળો અને કામગીરીમાં બાયોડાયવર્સિટી સંરક્ષણને ટોચની પ્રાથમિકતા આપી છે.
અંબુજા સિમેન્ટ્સ અને ACC બંને કંપનીઓ GRIHA-નિર્ધારિત લો-કાર્બન સિમેન્ટ અને કોંક્રિટ બાંધકામ ઉકેલોની વિશાળ શ્રેણી ઓફર કરે છે, જેમાં કંપનીઓના પોર્ટફોલિયોના 85%થી વધુ ગ્રીન સિમેન્ટ મિશ્રણનો સમાવેશ થાય છે. આ બંને કંપનીના પ્રીમિયમ ઉત્પાદનો કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં સહાયરૂપ છે જે ટકાઉ બાંધકામ ઇકોસિસ્ટમ માટે સૌથી આવશ્યક છે. અદાણી સિમેન્ટ નાણાકીય વર્ષ-28 સુધીમાં 30% AFR ઉપયોગ અને 60% ગ્રીન ઊર્જા વપરાશનું લક્ષ્ય રાખે છે. એ દ્વારા જવાબદાર સંસાધન વ્યવસ્થાપન અને બાયોડાયવર્સિટી સંરક્ષણના TNFD સિદ્ધાંતોને સીધા આગળ ધપાવે છે.
અદાણી સિમેન્ટ દ્વારા TNFD નિયમોની સ્વિકૃતિ ભારતીય સિમેન્ટ ઉદ્યોગ માટે એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન છે, જે માળખાગત સુવિધાઓ અને રાષ્ટ્ર નિર્માણ માટે સૌથી આવશ્યક છે. પ્રકૃતિ-લક્ષી જાહેરાતો પ્રત્યે કંપનીનો આવો સક્રિય અભિગમ આ ક્ષેત્ર માટે એક ઉદાહરણ સ્થાપિત કરે છે, જે આ ક્ષેત્રના અન્ય સાથીદારોને પણ બાયોડાયવર્સિટી તેમજ પર્યાવરણ જાળવણીને પ્રાથમિકતા આપવા માટે પ્રોત્સાહિત કરે છે. અદાણી સિમેન્ટનું નેતૃત્વ એ રીતે સ્થાપિત થાય છે કે તે વિશ્વની સૌથી મોટી ચાર સિમેન્ટ કંપનીઓમાં સામેલ છે જે SBTi-માન્યતા પ્રાપ્ત નેટ-શૂન્ય લક્ષ્યો અને વૈશ્વિક સહયોગ ધરાવે છે. નોંધપાત્ર છે કે IRENA હેઠળ એલાયન્સ ફૉર ઇન્ડસ્ટ્રી ડીકાર્બોનાઇઝેશન (AFID) માં જોડાનાર અદાણી સિમેન્ટ વિશ્વની પ્રથમ સિમેન્ટ ઉત્પાદક કંપની છે.



