વ્યાપાર

અદાણી એનર્જી સોલ્યુશન્સે આજ સુધીનો સૌથી મોટો રુ.૨૫ હજાર કરોડનો ભાડલા-ફતેહપુર HVDC પ્રોજેકટ જીત્યો

અદાણી એનર્જી સોલ્યુશન્સે આજ સુધીનો સૌથી મોટો
રુ.૨૫ હજાર કરોડનો ભાડલા-ફતેહપુર HVDC પ્રોજેકટ જીત્યો

અમદાવાદ, 21 જાન્યુઆરી 2025: ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન કંપની અને વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોના એક અંગ એવી અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (AESL)એ આજે જણાવ્યું હતું કે તેણે રુ. 25,000 કરોડનો પ્રતિષ્ઠિત ભાડલા (રાજસ્થાન)- ફતેહપુર (ઉત્તર પ્રદેશ) માટેનો HVDC (હાઈ વોલ્ટેજ ડાયરેક્ટ કરંટ) ઓર્ડર જીીત્યો છે. AESLની આજ સુધીના આ સૌથી મોટા ઓર્ડરની જીત છે, જેનાથી કંપનીની અમલીકરણ હેઠળની ઓર્ડર બુકને રૂ.54,761 કરોડ અને ટ્રાન્સમિશન નેટવર્કને 25,778 સરકીટ કિ.મી. (ckm) અને 84,186 MVA ટ્રાન્સફોર્મેશન ક્ષમતાએ પહોંચાડી છે.

AESL એ ટેરિફ આધારિત સ્પર્ધાત્મક બિડિંગ (TBCB) મિકેનિઝમ હેઠળ જીત મેળવી હાંસલ કરેલા આ પ્રોજેક્ટની બિડ પ્રક્રિયાની સંકલનકાર REC પાવર ડેવલપમેન્ટ એન્ડ કન્સલ્ટન્સી લિ. (RECPDCL) હતી.

ફેઝ-III ભાગ ૧ના ત્રીજા તબક્કકા હેઠળ રાજસ્થાનમાં REZ (20 GW)માંથી પાવર ઇવેક્યુએટ કરવાને ટ્રાન્સમિશન સિસ્ટમ” કહેવાય છે, આ પ્રોજેક્ટમાં 7500 MVA ટ્રાન્સમિશન ક્ષમતા. ટી સમેત ભાડલાથી ફતેહપુર (2400 ckm) વચ્ચે 6,000 MW HVDC (હાઈ વોલ્ટેજ ડાયરેક્ટ કરંટ) સિસ્ટમની સ્થાપનાનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ ભાડલા-IIIથી આગળ વધી રાજસ્થાનના વિવિધ આરઈઝેડમાંથી 6 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીને ઉત્તર ભારતના માંગની જરુરતના કેન્દ્રો અને રાષ્ટ્રીય ગ્રીડ સુધી પહોંચાડવામાં મદદ કરશે. AESL આ પ્રોજેક્ટ અંતર્ગત સાડા ચાર વર્ષમાં રાષ્ટ્રીય ગ્રીડમાં પહોંચાડશે.

અદાણી એનર્જી સોલ્યુશન્સના સી.ઇ.ઓ કંદર્પ પટેલે કહ્યું કે દેશના કેટલાક અતિશય બિનઆયોજિત પ્રદેશોમાંથી નવીનીકરણીય ઉર્જાના કાર્યક્ષમ સ્થળાંતરને મજબૂત કરી તેને રાષ્ટ્રીય ગ્રીડ સાથે જોડીને કંપની ભારતના ડીકાર્બોનાઇઝેશન તરફના પ્રયાણમાં અહમ ભૂમિકા ભજવી રહી છે. આ પ્રોજેક્ટને ન્યૂનતમ પર્યાવરણીય અસર સાથે સમયસર સંપ્પન કરવા માટે અમે અદ્યતન ટેકનોલોજી અને પ્રેક્ટિસનો ઉપયોગ કરશું એમ તેમણે ઉમેર્યું હતું.

​એચવીડીસી અસ્ક્યામતો ધરાવતી ખાનગી ક્ષેત્રની AESL એકમાત્ર કંપની જ છે, જેને લાંબા અંતરના પાવર ટ્રાન્સમિશન માટે પસંદ કરવામાં આવે છે. પેટાકંપની AEML દ્વારા ભાડલા-ફતેહપુર પ્રોજેક્ટ એ મુન્દ્રા-મહેન્દ્રગઢ પ્રોજેક્ટ અને અમલીકરણ હેઠળના આરે-કુડુસ પ્રોજેક્ટ આગળ વધારી રહી છે ત્યારબાદનો AESLનો ત્રીજો HVDC પ્રોજેક્ટ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button