અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ના નાણા વર્ષ-૨૪ના ત્રીજા ક્વાર્ટર અને નવ માસના પરિણામો જાહેર
અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ના નાણા વર્ષ-૨૪ના ત્રીજા ક્વાર્ટર અને નવ માસના પરિણામો જાહેર
નવ માસમાં એકીકૃત EBIDTA ૫૮% વધીને રૂ૯,૫૯૨ કરોડ
કોર ઇન્ફ્રા ઇન્ક્યુબેટિંગ વ્યવસાયોનો EBIDTA ૧૦૫%
વધીને રૂ. ૪,૩૩૯ કરોડ સાથે હવે કુલ EBIDTAનો ફાળો ૪૫%
Editor’s Synopsis
વાર્ષિક ધોરણે નાણાકીય વર્ષ-૨૪ના નવ માસની એકીકૃત ગતિવિધી
EBIDTA ૫૮% વધી રુ.૯,૫૯૨ કરોડ
રોકડ ઉપાર્જન-2 ૭૮% વધીને રૂ.૫,૪૧૪ કરોડ
ઇન્ક્યુબેટિંગ એસેટ્સ સમર્થિત વ્યવસાયોનો કર અગાઉનો નફો( PBT) ૪૮x વધીને રૂ૧,૮૭૫ કરોડ
ANIL ઇકોસિસ્ટમ EBIDTA ૪x વધીને રૂ.૧,૬૫૫ કરોડ અને એરપોર્ટ EBIDTA ૨૭% વધીને રૂ ૧,૭૭૪ કરોડ
વાર્ષિક ધોરણે નાણાકીય વર્ષ-૨૪ના ત્રીજા ક્વાર્ટરની એકીકૃત ગતિવિધી
EBIDTA ૮૯% વધીને રૂ.૩,૭૧૭ કરોડ
રોકડ ઉપાર્જન-2 ૧૨૩% વધીને રૂ.૨,૬૮૦ કરોડ
વિન્ડ મેન્યુફેક્ચરિંગ વિભાગે વિન્ડ ટર્બાઇન જનરેટર (WTG)નું ઉત્પાદન શરૂ કર્યું અને ક્વાર્ટર દરમિયાન તેણે ૧૫ જનરેટરનું ઉત્પાદન કર્યું અને ૭ સેટ પૂરા પાડ્યા.
અમદાવાદ, ફેબ્રુઆરી ૧, ૨૦૨૪: અદાણી સમૂહના એક અંગ અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL) એ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર અને નવ મહિનાના તેના પરિણામો આજે જાહેર કર્યા છે.
આ સમય દરમિયાન AEL ની ઇન્ક્યુબેશન પાઇપલાઇન હેઠળ ઉભરી રહેલા મુખ્ય ઇન્ફ્રા વ્યવસાયોએ કામગીરીમાં મજબૂત પ્રદર્શન કર્યું છે અને ચાલુ નાણાકીય વર્ષના ગત નવ મહિના દરમિયાન વૃદ્ધિની સફરમાં નોંધપાત્ર યોગદાનને સતત પ્રતિબિંબિત કર્યું છે. ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ, એરપોર્ટ અને રસ્તાઓને આવરી લેતા કંપનીના ઇન્ક્યુબેટિંગ વ્યવસાયોએ EBITDAમાં એકંદરે ૪૫% યોગદાન આપ્યું છે.
અદાણી ઉદ્યોગ સમૂહના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, અદાણી એન્ટરપ્રાઈઝીસનો ચાલુ વર્ષનું ત્રીજું ક્વાર્ટર મજબૂત ઉત્સાહપ્રેરક રહ્યું છે, જેમાં અમારા બે મુખ્ય ઈન્ક્યુબેટિંગ વ્યવસાયોએ સરસ વેગ પકડ્યો છે. તકોને ખિલવવાની તકો પૂૂરી પાડતા આ વ્યવસાયો માત્ર અભૂતપૂર્વ જ નથી પરંતુ તે અમને સ્વચ્છ,ટકાઉ અને પોસાય તેવી વૈકલ્પિક ઉર્જાના અગ્રણી સ્ત્રોત તરીકે મજબૂત રીતે સ્થાન આપવા માટે મોકળાશ આપે છે. એમ તેમણે ઉમેર્યું હતું.
Consolidated Financial Highlights (YoY)
(Rs. in Crore)
Particulars
Q3
FY23
Q3
FY24
YoY
Change
9M
FY23
9M
FY24
YoY
Change
Total Income
26,951
28,827
7%
1,06,459
77,702
(27%)
EBIDTA
1,968
3,717
89%
6,068
9,592
58%
Profit Before Tax
780
2,361
2x
2,082
4,318
107%
Profit After Tax1
820
1,888
130%
1,750
2,790
59%
Cash Accruals2
1,204
2,680
123%
3,050
5,414
78%
Note: 1. PAT attributable to owners 2. Cash Accruals is equal to Profit Before Tax + Depreciation – Current Taxes
Operational Highlights
Business
Business
Q3 FY23
Q3 FY24
YoY
Change
9M FY23
9M FY24
YoY
Change
ANIL Ecosystem
Module Sales (MW)
426
638
50%
960
1,882
96%
AAHL – Airports
Pax movements (million)
20.3
23.0
13%
53.4
65.7
23%
ATMs
(‘000)
142.0
160.2
13%
394.9
450.0
14%
Cargo
(Lacs MT)
1.8
2.5
35%
6.0
6.8
13%
ARTL – Roads
Road Construction (Lane-KMs)
37.0
137.9
273%
246.4
230.2
(6%)
Mining Services
Production
(MMT)
6.2
7.7
24%
19.6
21.1
8%
Dispatch
(MMT)
5.6
7.6
36%
17.6
20.2
15%
IRM
Volume
(MMT)
15.8
20.8
32%
67.7
57.4
(15%)
વ્યવસાયની છેલ્લી માહિતી:
અદાણી ન્યુ ઇન્ડસ્ટ્રી ઇકોસિસ્ટમ
સૌર ઉત્પાદન
• ઓપરેશનલ મોડ્યુલ લાઇન ક્ષમતા ૪.0 ગીગાવોટ
• પાયલોટ પ્લાન્ટમાંથી વેફરનું ઉત્પાદન સતત ચાલુ છે અને ૨ ગીગાવોટના પ્લાન્ટનું કામ નિયત સમય મુજબ આગળ વધી રહ્યું છે
વિન્ડ ટર્બાઇનનું ઉત્પાદન
ઓર્ડર બુક – 142 સેટ
15 WTG સેટ બનાવ્યા અને ૭ સેટ સપ્લાય કર્યા
સ્વયં ઉત્પાદીતકરેલ બ્લેડ્સનો ઉપયોગ કરી પ્રોટોટાઇપ બેની માપણી અને લોડના મુલ્યાંકનનું કામ નિયત સમય અનુસાર પ્રગતિમાં છે.
ડિલીવરીના સમય પત્રક અનુસાર બ્લેડ, નેસેલ અને હબની સુવિધા માટેની પ્રોડક્શન રેમ્પ આગળ વધી રહી છે.
ઇલેક્ટ્રોલાઇઝરનું ઉત્પાદન
• ૧૯૮.૫ મેગાવોટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતાની સ્થાપના માટે એવોર્ડ પત્ર
પરીક્ષણ માટે લેબોરેટરીની સ્થાપના માટે સિવિલ ફાઉન્ડેશન અને ફ્લોરિંગનું કામ સંપ્પન
અદાણી કોનેક્ષ પ્રા.લિ. (ACX – ડેટા સેન્ટર)
નોઇડા ડેટા સેન્ટર
૫૦ મેગાવોટના કોર એન શેલ ઉપરાંત ૧૦ મેગાવોટના MEP (મિકેનિકલ, ઇલેક્ટ્રીકલ અને પ્લમ્પિંગ)નું ૭૪% બાંધકામ પૂર્ણ
હૈદ્રાબાદ ડેટા સેન્ટર
૯.૬ મેગાવોટના તબ(કા-૧ના બાંધકામનું ૮૫% કામ પૂર્ણ
કુલ ઓર્ડર બુક
હાઇપરસ્કેલ અને એન્ટરપ્રાઇઝ ગ્રાહકો તરફથી ૧૧૨ મેગાવોટથી વધુ
અદાણી એરપોર્ટસ હોલ્ડીંગ્સ લિ. (AAHL – Airports)
૧૯ નવા રૂટ, ૯ નવી એરલાઈન્સ અને ૫ નવી ફ્લાઈટ્સ ઉમેરાઈ
નવી મુંબઇ પ્રોજેક્ટ નિયત સમય પત્રક મુજબ પ્રગતિમાં છે.
એન્વારનમેન્ટ એક્સેલન્સ એવોર્ડ-૨૦૨૩
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટને ટકાઉપણું અને કચરાના રીસાયક્લિંગ, જળ વ્યવસ્થાપન, ઉર્જા કાર્યદક્ષતા વાયુ ઉત્સર્જનમાં ઘટાડા માટે અસાધારણ આયામો અપનાવવા માટેની મજબૂત પ્રતિબદ્ધતા માટે પર્યાવરણીય શ્રેષ્ઠતા પુરસ્કાર ૨૦૨૩ દ્વારા પ્રાપ્ત થયો
ઉત્સર્જન ઘટાડવાની પહેલમાં સિદ્ધિ માટે તિરુવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટને એવોર્ડ પ્રાપ્ત થયો છે.