અદાણી એન્ટરપ્રાઇઝીસ અદાણી-વિલ્મરના સંયુક્ત સાહસમાંથી બહાર આવશે; વિલ્મર ઇન્ટરનેશનલ સાથે કરાર પર સહી કરી
અદાણી એન્ટરપ્રાઇઝીસ અદાણી-વિલ્મરના સંયુક્ત સાહસમાંથી બહાર આવશે; વિલ્મર ઇન્ટરનેશનલ સાથે કરાર પર સહી કરી
અમદાવાદ, 30 ડિસેમ્બર 2024: અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ની (“AEL”) સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી કોમોડિટીઝ LLP અને વિલ્મર ઇન્ટરનેશનલ લિ.ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની લેન્સ પ્રા.લિ.એ 30 ડિસેમ્બર 2024 ના રોજ કરેલા એક કરારના અનુસંધાને લેન્સ -અદાણી વિલ્મરના અદાણી કોમોડિટીઝ લિ.પાસે કોલ ઓપ્શન અથવા પુટ ઓપ્શનની કવાયતની તારીખે હાલ રહેલા ભરપાઇ થયેલા તમામ ઇક્વિટી શેર મહત્તમ 31.06% ના સંદર્ભમાં હસ્તગત કરશે.
વધુમાં પક્ષકારો વચ્ચે સધાયેલી સંમતિ મુજબ ન્યૂનતમ જાહેર શેરહોલ્ડિંગની જરૂરિયાતોનું પાલન કરવા માટે AEL અદાણી વિલ્મરમાં 13% શેર વિનિવેશ કરશે. નોંધનીય છે કે આ બન્ને છેડાની પૂર્ણતા સાથે AEL અદાણી વિલ્મરમાં તેના 44% હોલ્ડિંગમાંથી સંપૂર્ણપણે બહાર નીકળી જશે. અદાણી વિલ્મર પાસે શુક્રવાર તા. 27મી ડિસેમ્બર 2024ના રોજ રુ.42,785 કરોડ (US$ 5.0 બિલિયન) નું માર્કેટ કેપિટલાઇઝેશન હતું.
આ વિગતોને ધ્યાનમાં રાખીને, અદાણી એન્ટરપ્રાઇઝીસન(AEL)ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે અદાણી વિલ્મરના બોર્ડમાંથી અદાણી કોમોડિટીઝ લિ.(ACL) ના પદનામિત ડિરેક્ટર્સના રાજીનામાની નોંધ કરતો ઠરાવ સ્વીકાર્યો છે. પક્ષકારો ‘અદાણી વિલ્મર લિમિટેડ’નું નામ બદલવા માટે વધુ જરુરી પગલાં લેવા સંમત થયા છે.
વેચાણમાંથી મળનારી રકમનો ઉપયોગ એનર્જી અને યુટીલિટી,ટ્રાન્સપોર્ટ અને લોજીસ્ટિક્સ તથા નજીકના અન્ય સંબંધિત પ્રાથમિક ઉદ્યોગ ક્ષેત્રના મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મમાં ટર્બોચાર્જિંગ વૃદ્ધિ માટે કરવામાં આવશે. AEL ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં રોકાણ કરવાનું ચાલુ રાખશે જે ભારતની વૃદ્ધિની ગાથામાં આધારભૂત મેક્રો થીમ્સ અદા કરતા ભારતના સૌથી મોટા લિસ્ટેડ ઈન્ક્યુબેટર પ્લેટફોર્મ તરીકે AELની સ્થિતિને વધુ મજબૂત કરશે.
AEL અને વિલ્મર એ અદાણી વિલ્મરના સ્થાપક શેરધારકો છે અને સંયુક્ત રીતે ભારતમાં સૌથી મોટી ફૂડ FMCG પ્લેયર બનીને લાખો ભારતીય પરિવારોનો વિશ્વાસ જીત્યો છે. વિશાળ પાયે કામગીરી, મજબૂત વિતરણ નેટવર્ક અને સમગ્ર ભારતમાં રીટેલરો સુધીની પહોંચનો લાભ મેળવવા માટે અદાણી વિલ્મર સારી સ્થિતિમાં છે. અદાણી વિલ્મર ભારતમાં 30,600 ગ્રામીણ નગરોમાં 100% શહેરોને આવરી લેવા માટે તેની મોજુદગી ધરાવે છે અને વૈશ્વિક સ્તરે 30 થી વધુ દેશોમાં નિકાસ કરે છે.