ગ્લોબલ એબિલિટી ફોટોગ્રાફી ચેલેન્જ 2026 માટે અદાણી યુથ4જોબ્સમાં સહયોગી બની

ગ્લોબલ એબિલિટી ફોટોગ્રાફી ચેલેન્જ 2026 માટે અદાણી યુથ4જોબ્સમાં સહયોગી બની
અમદાવાદ: Youth4Jobsનું એક સાહસ, NotJustArtએ Adani GreenXTalks સાથે ભાગીદારીમાંભારતની સૌથી મોટી સમાવિષ્ટ ફોટોગ્રાફી ચેલેન્જ ગ્લોબલ એબિલિટી ફોટોગ્રાફી ચેલેન્જ (GAPC) ૨૦૨૬ની ૫મી આવૃત્તિ શરૂ કરવાની જાહેરાત કરી છે. ફક્ત વિકલાંગ વ્યક્તિઓ માટેની આ વૈશ્વિક ખુલ્લી સ્પર્ધામાં પ્રવેશ વિનામૂલ્યે છે.
તેની છેલ્લી ચાર આવૃત્તિઓ દરમિયાન એક સમાવિષ્ટ વૈશ્વિક પ્લેટફોર્મ બનેલું ગ્લોબલ એબિલિટી ફોટોગ્રાફી ચેલેન્જ ૮૦ લાખ થી વધુ લોકો સુધીની પહોંચ સાથે ૫0,000 થી વધુ સહભાગીઓનો પ્રેરણા સ્ત્રોત બનીને 30 થી વધુ દેશોમાંથી એન્ટ્રીઓ આકર્ષિત કરી છે. ગત વર્ષે આ પ્રદર્શન જાપાન અને દુબઈમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.GAPC વિકલાંગતા ધરાવતા ફોટોગ્રાફરો – કલાપ્રેમી અને વ્યાવસાયિક તમામને પોતાના દ્રષ્ટિકોણ અને જીવનના અનુભવોને પ્રતિબિંબિત કરતી કૃતિઓ સુપ્રત કરવા માટે આમંત્રિત કરે છે. આ કથાઓને મુખ્ય પ્રવાહમાં લાવીને, GAPC વિકલાંગોના પ્રતિનિધિત્વને વિસ્તૃત કરવા અને ધારણાઓને પુન: આકાર આપવાનો હેતુ ધરાવે છે.
Youth4Jobs ફાઉન્ડેશનના સ્થાપક અને સી.ઇ.ઓ મીરા શેનોયે જણાવ્યું હતું કે, ગ્લોબલ એબિલિટી ફોટોગ્રાફી ચેલેન્જ સ્પષ્ટપણે પુરવાર કર્યું છે કે દિવ્યાંગોને પ્લેટફોર્મ આપવામાં આવે છે, ત્યારે તેઓ ફક્ત ભાગ લેતા નથી પરંતુ અનન્ય અને શક્તિશાળી દ્રષ્ટિકોણ સાથે નેતૃત્વ કરે છે. તેમણે કહ્યું કે અમારા ઘણા વિજેતાઓ સર્જનાત્મક રીતે બહુવિધ પડકારોને પાર કરીને પ્રેરણાદાયી બનીને હવે નવી સિદ્ધિઓ મેળવી રહ્યા છે.
અદાણી એરપોર્ટ્સ હોલ્ડિંગ્સ લિ.ના ડિરેક્ટર જીત અદાણીએ જણાવ્યું હતું કે, “અમને નોટજસ્ટઆર્ટ અને યુથ4જોબ્સ ફાઉન્ડેશન સાથે મળીને જે વૈશ્વિક પીડબલ્યુડી પ્રતિભાને પ્રદર્શિત કરી અને તેમને સૌથી સુંદર, સર્જનાત્મક અને સાર્વત્રિક શોખ – ફોટોગ્રાફીમાં સ્પર્ધા કરવા માટે એક સાથે લાવે છે એવું પ્લેટફોર્મ ઓફર કરવાનો આનંદ છે. હું માનુ છું કે દરેક ચિત્ર વાસ્તવમાં હજાર શબ્દો જેટલું હશે.અસાધારણ પ્રતિભાને ઓળખીને તેઓને પ્રોત્સાહિત કરવા આ સ્પર્ધામાં નોંધપાત્ર ઇનામો અને વૈશ્વિક સ્તરે પ્રસ્તુત કરવા માટે બહુવિધ તકો ઉપલબ્ધ છે. જેમાં પહેલું ઇનામ: ₹5,00,000, બીજું ઇનામ: ₹3,00,000, ત્રીજું ઇનામ: ₹2,00,000 અને ચોથાથી દસમા દરેક ઇનામ ₹1,00,000 છે.ટોચની 20 એન્ટ્રીઓ એક ક્યુરેટેડ પ્રદર્શનમાં દર્શાવવામાં આવશે. ટોચના 10 વિજેતાઓને ફોલી ડિઝાઇન્સ અને TLV સોલ્યુશન્સના સ્થાપક, આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા પામેલા પ્રોડક્ટ ડિઝાઇનર માઇકલ ફોલી દ્વારા ડિઝાઇન કરાયેલ ટ્રોફી પ્રાપ્ત થશે. બધા સહભાગીઓને ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવશે.એવોર્ડ સમારોહ અને પ્રદર્શન તા. 24 જૂન 2026 ના રોજ અમદાવાદમાં યોજાશે. પસંદ કરેલા ભારતીય વિજેતાઓ અને એક આંતરરાષ્ટ્રીય સહભાગીને મુસાફરી અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. પસંદ કરેલી કૃતિઓ મીડિયા પ્લેટફોર્મ અને વૈશ્વિક ઝુંબેશમાં પણ દર્શાવવામાં આવશે.



