વ્યાપાર

અદાણી પોર્ટસ અને સેઝના કર બાદના નફામાં વાર્ષિક ધોરણે ૬૫%નો ઉછાળો

અદાણી પોર્ટસ અને સેઝના કર બાદના નફામાં વાર્ષિક ધોરણે ૬૫%નો ઉછાળો

EBITDA ૫૯% વધીને રુ. ૪,૨૯૩ કરોડ અને નેટ ડેબ્ટ ટુ EBITDA લિવરેજ ૨.૫ x

વાર્ષિક વોલ્યમ ૪૪% વધીને ૧૦૮.૬ મિલિયન મેટ્રીક ટન

વાર્ષિક આવક ૪૫% વધીને રુ.૬૯૨૦ કરોડ

વાર્ષિક EBITDA ૫૯% ઉછળીને રુ.૪,૨૯૩ કરોડ

કર બાદનો નફો વાર્ષિક ૬૫% વધીને રુ.૨,૨૦૮ કરોડ

નાણાકીય વર્ષ-૨૩ના ડિસેમ્બર-૨૩ માટે TTM નેટ ડેબ્ટ ટુ EBITDA ૩.૧x સામે ૨.૫x ના માર્ગદર્શિત સ્તરે

એ.પી.એસ.ઇ.ઝેડના આઉટલુકનું S&Pએ ગ્લોબલ રેટીંગ નેગેટીવમાંથી અપગ્રેડ કરી સ્ટેબલ કર્યું

 

અમદાવાદ, ૧ ફેબ્રુઆરી ૨૦૨૪: અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (“APSEZ”) એ ​​૩૧ ડિસેમ્બર,૨૦૨૩ના રોજ પૂરા થતા ક્વાર્ટર અને નવ મહિનાના તેના પરિણામો આજે જાહેર કર્યા છે.

 

Particulars (Rs Cr)

Q3

FY24

Q3

FY23

Y-o-Y Change

9M FY24

9M

FY23

Y-o-Y Change

Cargo (MMT)

108.6

75.4

44%

311.2

252.9

23%

Revenue

6,920

4,786

45%

19,814

15,055

32%

EBITDA#

4,293

2,697

59%

11,722

7,676

53%

PAT

2,208

1,337

65%

6,089**

4,252

43%

 

# EBITDA includes the impact of forex MTM gain or loss. In Q3 FY24, forex gain is Rs 107 Cr and in Q3 FY23, forex loss is Rs 315 Cr. In 9M FY24, forex loss is Rs 98 Cr and in 9M FY23, forex loss is Rs 1,886 Cr. ** Based on estimated future profits, APSEZ has elected to switch to the new tax regime (u/s 115 BAA of the IT Act) for one of its subsidiaries, AKPL, in Q2 FY24. Consequently, the past years MAT was written-off, which has reduced the PAT by Rs 455 Cr.

 

APSEZ ના સી.ઈ.ઓ. શ્રી અશ્વની ગુપ્તાએ જણાવ્યું હતું કે,અમારા પ્રથમ બંદર, મુન્દ્રાએ જે વર્ષે કામગીરીના ૨૫ વર્ષ પૂરા કર્યા ત્યારથી APSEZ એ ક્વાર્ટર ૩ અને નવ માસમાં સૌથી વધુ આવક, EBITDA અને કાર્ગો વોલ્યુમ સાથે તેનું અત્યાર સુધીનું સૌથી મજબૂત પ્રદર્શન હાંસલ કર્યું છે, અને સંપૂર્ણ વર્ષ માટે પૂરા પાડવામાં આવેલા માર્ગદર્શનને અનુરુપ સિધ્ધ કરવા માટેના માર્ગ પર છે. વર્ષની શરૂઆતથી આ પ્રદર્શન ઓપરેટિંગ કાર્યક્ષમતા વધારવા અને ઉદ્યોગના અગ્રણી પોર્ટ ઓપરેટર રહેવાના અમારા સતત પ્રયાસોનો પુરાવો છે.

 

કામકાજની ગતીવિધી

APSEZએ અત્યાર સુધીનું સૌથી વધુ ત્રિમાસિક કાર્ગો વોલ્યુમ ૧૦૮.૬ મિલિયન મેટ્રીક ટન હાંસલ કર્યું

ઑક્ટોબર ૨૩માં અમારા મુખ્ય મુન્દ્રા બંદર અને નવેમ્બર-૨૩માં AICTPL (CT-3)એ કોઈપણ ભારતીય બંદર કરતા સૌથી વધુ માસિક કન્ટેનર વોલ્યુમ નોંધાવ્યું છે

APSEZએ વાર્ષિક ધોરણે નાણાકીય વર્ષ-૨૩માં ૩૨૯ દિવસની તુલનામાં ૨૬૬ દિવસમાં ૩૦૦ નું મહત્ત્વનું સિમાચિહ્ન હાંસલ કર્યું; નવ માસમાં (વાર્ષિક + ૨૩%) એકંદર કાર્ગો વોલ્યુમ ૩૧૧ મિલિયન મેટ્રીક ટન હતું

ઘરેલું કાર્ગો વૃદ્ધિ ભારતના વિકાસ દર કરતાં ૨.૫ ગણી વધુ હતી, જે નવ મહિનામાં અમારા નવ સ્થાનિક બંદરો/ટર્મિનલ્સની તેની અત્યાર સુધીની સૌથી વધુ છે.

વાર્ષિક ધોરણે ત્રિમાસિક રેલ વોલ્યુમ ૧૭% વધીને ૧૫૭,૯૦૪ TEU અને GPWIS વોલ્યુમ ૫૩% વધીને ૫.૨૯ મિલિયન મેટ્રીક ટન થયું

APSEZ એ નવ માસમાં તેની અત્યાર સુધીનું સૌથી વધુ રેલ વોલ્યુમ (૨૨%) અને GPWIS વોલ્યુમ (૪૬%) નોંધાવ્યું.

 

નાણાકીય વિશેષતાઓ:

વાર્ષિક ધોરણે ક્વાર્ટર દરમિયાન કાર્ગો વોલ્યુમમાં ૪૪%નો વધારો થવાને કારણે નાણાકીય વર્ષ-૨૪ના ત્રીજા ક્વાર્ટરમાં આવક વાર્ષિક ૪૫% વધીને રૂ.૬,૯૨૦ કરોડ થઈ

ઘરેલું પોર્ટ EBITDA માર્જિન લગભગ ૧૭૦ bps દ્વારા વિસ્તરણ, સુધારેલ કાર્યક્ષમતા અને ક્ષમતાના ઉચિત ઉપયોગ સાથે વાર્ષિક ધોરણે EBITDA માં ૫૯% વૃદ્ધિને રૂ.૪,૨૯૩ કરોડ તરફ દોરી.

કાર્ગો વોલ્યુમની સ્વસ્થ વૃદ્ધિને કારણે ત્રિમાસિક દરમિયાન કર બાદનો નફો (PAT) રૂ.૨,૨૦૮ કરોડ (વાર્ષિક ધોરણે ૬૫%) નોંધાયો

ચાલુ નાણાકીય વર્ષના નવ મહિના દરમિયાન USD 325 મિલિયનનું બોન્ડ બાય-બેક પૂર્ણ થયું, જે નાણાકીય વર્ષ-૨૩ માટે EBITDA (TTM ડિસેમ્બર’23 માટે) ને ૩.૧x સામે ૨.૫x સુધીના નેટ ડેટમાં સુધારો થવા તરફ દોરેે છે.

 

વ્યવસાયિક ગતિવિધી:

એન્નોર કન્ટેનર ટર્મિનલ માટે સંયુક્ત સાહસ રચીને MSC સાથે વ્યૂહાત્મક ભાગીદારી

કરાઈકલ પોર્ટનું પૂર્ણ સંપાદન અને મ્યાનમાર સંપત્તિનું વેચાણ

ALLએ 23 રેક ઉમેર્યા, લોની અને વલવાડા ICD અને NRC અને ઇંદોરમાં ગોડાઉન

DFC તરફથી USD 553 મિલિયનની કોલંબો ટર્મિનલે ધિરાણ પ્રતિબદ્ધતા પ્રાપ્ત કરી

 

 

 

ESG લક્ષ્યાંકો અને પ્રદર્શન

૨૦૪૦ સુધીમાં APSEZ નેટ ઝીરોને લક્ષ્યાંકિત કરી રહ્યું છે.ચાલુ નાણાકીય વર્ષના નવ માસ દરમિયાન કંપનીએ તેની ઉર્જાની તીવ્રતામાં ૪% સુધારો કર્યો છે અને ૨૨૭ હેક્ટરમાં મેન્ગ્રોવ વનીકરણ પૂર્ણ કર્યું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button