વ્યાપાર

અદાણી પોર્ટસએ તેના ક્લાયમેટ પગલા અને પર્યાવરણ પ્રદર્શન માટે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું

અદાણી પોર્ટસએ તેના ક્લાયમેટ પગલા અને પર્યાવરણ પ્રદર્શન માટે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું

દુનિયાની ચાર રેટીંગ એજન્સી CDP, S&P, Sustainalytics, અને Moodyએ નેતૃત્વનો દરજ્જો આપ્યો

CDP ક્લાયમેટ આકારણી 2023માં લિડરશીપ બેન્ડ મેળવ્યો

પરિવહન અને પરિવહન માળખાકીય ક્ષેત્રની ૩૨૪ કંપનીઓમાં પર્યાવરણીય પરિમાણ પરત્વે S&P Global CSA 2023 (DJSI) દ્વારા પ્રથમ સ્થાન અપાયું.

દરિયાઈ બંદરોના ક્ષેત્રમાં સસ્ટેનેલિટિક્સ દ્વારા કાર્બનના નીચા સંક્રમણ માટે ટોચના ક્રમે રેટિંગ સુરક્ષિત કરાયું

મૂડીઝના એનર્જી ટ્રાન્ઝિશન રેટિંગમાં ‘એડવાન્સ્ડ’ રેટિંગ મેળવ્યું અને તેમના છેલ્લા અહેવાલમાં એકંદર ESG મૂલ્યાંકન અને વ્યૂહરચના સમીક્ષામાં પ્રથમ રેન્ક હાંસલ કરી

અમદાવાદ,૧૧ ફેબ્રુઆરી ૨૦૨૪: અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિ.એ ચાર વૈશ્વિક રેટિંગ એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા મૂલ્યાંકનમાં તેના ક્લાયમેટ સંબંધી પગલાઓ અને પર્યાવરણીય કામગીરી માટે ટોચનું સ્થાન હાંસલ કરવા સાથે વસુંધરાને હવામાનથી પ્રદુષણમુક્ત કરવા માટેની પોતાની પ્રતિબધ્ધતા દર્શાવી છે. અદાણી પોર્ટ્સને આબોહવા પરિવર્તનના જોખમો અને તકોને હલ કરવા માટે CDP એ નેતૃત્વ બેન્ડ “A-” એનાયત કર્યું છે. પ્રવર્તમાન શ્રેષ્ઠ પદ્ધતિઓના અમલીકરણમાં કંપનીના બહુ૫ાંખી આયામોને માન્યતા આપી.અદાણી પોર્ટસએ વૈશ્વિક લિસ્ટેડ માર્કેટ કેપના અડધાથી વધુ મૂલ્ય ધરાવતી તેમજ USD ૧૩૬ ટ્રિલિયનથી વધુના AUMનું પ્રતિનિધિત્વ કરતા રોકાણકારો સાથેની ૨૩ હજાર કંપનીઓ વતી CDP દ્વારા કરવામાં આવેલા મૂલ્યાંકનમાં ભાગ લીધો હતો. APSEZ ને તેની ઉત્સર્જન ઘટાડવાની પહેલ, ક્લાયમેટ ગવર્નન્સ અને જોખમ વ્યવસ્થાપન પ્રક્રિયાઓ માટે “A” નું સર્વોચ્ચ રેટિંગ મળ્યું છે. નોંધનીય છે કે દર વર્ષે બહુ જુજ કંપનીઓ લીડરશીપ બેન્ડમાં સ્થાન પ્રાપ્ત કરે છે.

દરિયાઇ સમુદ્ર, હવાઇ, માર્ગ અને રેલ ટ્રાન્સપોર્ટ, લોજીસ્ટિક્સ, વિશાળ ટ્રાન્ઝીટ અને અન્ય પરિવહન વ્યવસાયો સહીતની પરિવહનના આંતર માળખા ક્ષેત્રની દુનિયાની ૩૨૪ જેટલી કંપનીઓમાં અદાણી પોર્ટસને પર્યાવરણીય પરિમાણમાં પણ S&P ગ્લોબલ CSA 2023 (DJSI) દ્વારા ટોચનું સ્થાન આપવામાં આવ્યું છે. આબોહવા સૂચકાંકો અને વ્યૂહરચના ઉપર પર્યાવરણીય આધારસ્તંભ ૫૬% ભાર આપે છે, જેમાં APSEZ એ સતત ત્રીજા વર્ષે ટોચનું સ્થાન હાંસલ કરવા માટે તેના સ્કોરમાં સુધારો કર્યો છે. અદાણી પોર્ટસ વૈશ્વિક સ્તરે એકંદર ESG આકારણી પરત્વે ૯૬ પર્સેન્ટાઈલ સ્કોર સાથે આ ક્ષેત્રની ટોચની ૧૫ અગ્રણી કંપનીઓમાં સ્થાન ધરાવે છે અને આ યાદીમાં સ્થાન મેળવનાર દેખીતી રીતે તે એકમાત્ર પોર્ટ ઓપરેટર છે.

સસ્ટેનાલિટીક્સ લો કાર્બન ટ્રાન્ઝિશન રેટિંગે પણ APSEZ ને તેના જાન્યુઆરી ૨૦૨૪ના છૈલ્લા અહેવાલ દરમિયાન પોર્ટ સેક્ટરમાં ટોચનો ક્રમ આપ્યો છે. સૂચક વૈશ્વિક નેટ ઝીરોના લક્ષ્ય સાથે કંપનીના અંદાજિત ઉત્સર્જનના સંરેખણને માપે છે. જ્યારે વૈશ્વિક તાપમાનમાં 1.7o ડીગ્રી C ના વધારા માટે કંપનીનું વર્તમાન અંદાજિત ઉત્સર્જન સસ્ટનેલિટીક્સને અનુરૂપ જણાયું હતું, ત્યારે અદાણી પોર્ટસએ ૨૦૪૦ સુધીમાં નેટ ઝીરોનાાલક્ષ્યને આંબવા સુધી પહોંચવાની તેની પ્રતિબદ્ધતા જાહેર કરી છે, જે વૈશ્વિક GHG ઉત્સર્જનને જાળવી રાખવા માટે 1.5oC જૈવ વિવિધતાને આવરી લેતા એકંદર પર્યાવરણીય પરિમાણ પર નેટ ઝીરો સુધી પહોંચવાની જરૂરિયાત કરતાં એક દાયકો આગળ છે. જૈવવિવિધતા અને જમીન વપરાશ ઉત્સર્જન તેમજ પ્રદુષણ નિયંત્રણ અને વેસ્ટ મેનેજમેન્ટને આવરી લેતા સમગ્ર પર્યાવરણીય પરિમાણ પરત્વે સસ્ટેનેલિટીક્સે મજબૂત જોખમ સંચાલક માળખું અને તેની અમલવારીના કારણે અદાણી પોર્ટસઅને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનને નીચાથી નગણ્ય જોખમ રેટીંગ આપ્યું છે.

અદાણી પોર્ટસને મૂડીઝ તરફથી છેલ્લા એનર્જી ટ્રાન્ઝિશન રેટિંગમાં પણ ‘એડવાન્સ્ડ’ રેટિંગ પ્રાપ્ત થયું છે, જે તેની નેતૃત્વની સ્થિતિ દર્શાવે છે. વધુમાં ૨૦૨૨માં મૂડીઝે પર્યાવરણીય, સામાજિક અને શાસનના ધોરણે APSEZના કરેલા મૂલ્યાંકનમાં કંપનીએ પરિવહનમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો.જેમાં પરિવહન અને લોજીસ્ટિકસ ક્ષેત્રના ગ્લોબલ ઇમર્જીંગ માર્કેટ્સના તમામ ક્ષેત્રોમા પણ નવમું સ્થાન હાંસલ કર્યું હતું. વૈશ્વિક સ્તરે ૪,૮૮૫ કંપનીઓનું ESG સૂચકાંકો, નીતિઓ, પ્રક્રિયાઓ અને સિસ્ટમોની શ્રેણી પર રેટિંગ એજન્સીઓ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ વર્ષે મૂડીઝ દ્વારા આગામી મૂલ્યાંકન થાય તેવો સંભવ છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button