“પ્રકૃતિ સંરક્ષણ માટે અદાણી પોર્ટ્સની પહેલ: TNFD ફ્રેમવર્ક અપનાવનાર પ્રથમ ભારતીય બંદર કંપનીઓમાં ગણના”

“પ્રકૃતિ સંરક્ષણ માટે અદાણી પોર્ટ્સની પહેલ: TNFD ફ્રેમવર્ક અપનાવનાર પ્રથમ ભારતીય બંદર કંપનીઓમાં ગણના”
અમદાવાદ, ૧૨ નવેમ્બર ૨૦૨૫: ભારતની સૌથી મોટી સંકલિત પરિવહન ઉપયોગીતા કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ) નેચર-રિલેટેડ ફાઇનાન્શિયલ ડિસ્ક્લોઝર (TNFD) એડોપ્ટર ટાસ્કફોર્સ બની છે, જે પ્રકૃતિ સંબંધિત અવલંબન,તેની અસરો, જોખમો અને અવસરો પર TNFD-સંરેખિત રિપોર્ટિંગ અમલી બનાવવા માટે પ્રતિબદ્ધ છે. અદાણી પોર્ટસ TNFD ફ્રેમવર્કને સ્વીકારનારી ભારતની પ્રથમ સંકલિત પરિવહન ઉપયોગીતા કંપની બનીને, પ્રકૃતિ સાથે સકારાત્મક અનુકૂળ માળખાકીય વિકાસ માટે એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે.
TNFD એ એક વૈશ્વિક, વિજ્ઞાન-આધારિત પહેલ છે જેની સ્થાપના યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ ફાઇનાન્સ ઇનિશિયેટિવ (UNEP FI), યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP), વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ (WWF) અને ગ્લોબલ કેનોપી સહિતના ગઠબંધન દ્વારા કરવામાં આવી છે, જે કંપનીઓને પ્રકૃતિ-સંબંધિત જોખમો અને તકોને ઓળખવા, મૂલ્યાંકન અને સંચાલન કરી તેને જાહેર કરવા માર્ગદર્શન આપે છછે.અદાણી પોર્ટસ વિવિધતાને સમર્થન આપતા વૈશ્વિક બંદર ઓપરેટરોની એક પસંદપસંદગીની લીગમાં શામેલ થયું છે, જે વિજ્ઞાન-આધારિત પારદર્શક પર્યાવરણીય જાહેરાતો દ્વારા દરિયાઇ ઇકોસિસ્ટમનું રક્ષણ કરવાની તેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. આ કદમ APSEZ ના પ્રકૃતિ-સકારાત્મક વ્યવસાયિક પ્રથાઓ પ્રત્યેના સમર્પણને વધુ શક્તિશાળી બનાવી તેને ટકાઉ દરિયાઇ લોજિસ્ટિક્સમાં આગવી હરોળમાં સ્થાન આપે છે.
આ પ્રતિબદ્ધતાના ભાગ રૂપે, APSEZ નાણાકીય વર્ષ 26 થી શરૂ થતા તેના કોર્પોરેટ રિપોર્ટિંગમાં TNFD ભલામણો સાથે સુસંગતતા સુનિશ્ચિત કરવા માટે ડિસ્ક્લોઝર ધોરણોને વધુ વધારશે. આ પહેલ APSEZ ની વ્યાપક ESG વ્યૂહરચનાનો મુખ્ય ઘટક છે અને પ્રકૃતિ-સંબંધિત નિર્ભરતા, અસરો, જોખમો અને તકોનું મૂલ્યાંકન અને આનુસાંગિક કામકાજના સક્રિય અભિગમને પ્રતિબિંબિત કરે છે. APSEZ એ પહેલાથી જ વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત માળખા સાથે સુસંગત એવા આબોહવા જોખમ મૂલ્યાંકન અને ડિસ્ક્લોઝર પ્રથાઓને સંસ્થાકીય સંચાલનનો એક ભાગ બનાવીને પર્યાવરણીય દેખરેખમાં ધોરણો સ્થાપિત કરવાનું ચાલુ રાખ્યું છે, તેના પૂરાવારુપ 4,200 હેક્ટરથી વધુ મેન્ગ્રોવ્સનું વનીકરણ કર્યું છે અને વધારાના 3,000 હેક્ટરનું સક્રિય રીતે સંરક્ષણ કર્યું છે જેણે અદાણી પોર્ટસને ભારતમાં મેન્ગ્રોવ ઇકોસિસ્ટમના પુનઃસ્થાપનમાં ખાનગી ક્ષેત્રના સૌથી મોટા યોગદાતા તરીકે સ્થાપિત કરી છે. આ પ્રયાસો માત્ર જૈવવિવિધતામાં વધારો કરતા નથી પરંતુ આબોહવા-સંબંધિત જોખમો સામે કુદરતી બફર તરીકે પણ કાર્ય કરી ,કંપની માટે લાંબા ગાળાની વ્યવસાયિક સ્થિતિસ્થાપકતાનું નિર્માણ કરે છે.
અદાણી પોર્ટસ અને સેઝના પૂર્ણકાલિન ડિરેક્ટર અને સી.ઇ.ઓ.. અશ્વની ગુપ્તાએ જણાવ્યું હતું કે અમે દૃઢપણે માનીએ છીએ કે જવાબદાર વ્યવસાયિક પ્રથાઓ લાંબા ગાળાની સફળતાને આગળ ધપાવે છે. TNFD ફ્રેમવર્કનો અમારો સ્વીકાર COP30 ખાતે પ્રકૃતિ-સંબંધિત કોર્પોરેટ રિપોર્ટિંગ માટે સમર્થન દર્શાવે છે. અમે પ્રકૃતિ-સંબંધિત મુદ્દાઓને વ્યૂહાત્મક જોખમ વ્યવસ્થાપનની પ્રાથમિકતા તરીકે નિહાળીએ છીએ. TNFD ફ્રેમવર્ક પ્રકૃતિને અમારી નિર્ણય લેવાની પ્રક્રિયાઓમાં એકીકૃત કરવા અને જૈવવિવિધતા સંરક્ષણમાં અમારા યોગદાનને વધારવા માટે મજબૂત સમર્થન પૂરું પાડે છે એમ વધુમાં આ જાહેરાત કરતા કહ્યું હતું.


