વ્યાપાર

દરિયાઈ સુરક્ષા વધારવા અદાણી પોર્ટ્સએ ભારતનું પ્રથમ પોર્ટ ઓફ રિફ્યુજ કાર્યાન્વિત કર્યું

દરિયાઈ સુરક્ષા વધારવા અદાણી પોર્ટ્સએ ભારતનું પ્રથમ પોર્ટ ઓફ રિફ્યુજ કાર્યાન્વિત કર્યું
અમદાવાદ : ભારતના ૨૭ ટકા કાર્ગો વોલ્યુમ્સનું સંચાલન કરતી ભારતની સૌથી મોટી અને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી સંકલિત પરિવહન ઉપયોગિતા કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ) એ દરિયાઈ આપત્તિ માળખામાં લાંબા સમયથી પ્રવર્તતા શૂન્યવકાશને દૂર કરી દરિયાઈ સંકટ અને મુશ્કેલીમાં મૂકાતા જહાજોને સંભાળવા માટેની એક માળખાગત પદ્ધતિ એવા ભારતના પ્રથમ પોર્ટ ઓફ રિફ્યુજ (PoR) ને કાર્યાન્વિત કર્યું છે.
ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશન દ્વારા વ્યાખ્યાયિત પોર્ટ ઓફ રિફ્યુજ એ એક પદનામિત એવું સ્થળ છે જ્યાં જહાજો પરિસ્થિતિઓને સ્થિર કરવા, જીવનનું રક્ષણ કરવા અને પર્યાવરણીય નુકસાનને મર્યાદિત કરવા માટે આશ્રય મેળવી શકે છે. મુખ્ય દરિયાઈ અર્થતંત્રોમાં પ્રમાણભૂત આવા માળખાને ભારતે આજ સુધી ઔપચારિક બનાવ્યું ન હતું. ૧૧,૦૦૦ કિલોમીટરથી વધુનો દરિયા કિનારો ધરાવતા અને વૈશ્વિક શિપિંગના મુખ્ય માર્ગો પર સ્થિત ભારત સંકટ સમયની પ્રતિભાવ ક્ષમતાઓને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે એવા સમયે આ પગલું લેવામાં આવ્યું છે.
પશ્ચિમ કિનારે દિઘી બંદર જે સમગ્ર અરબી સમુદ્રથી પર્સિઅન અને પૂર્વ કાંઠાના ગોપાલપુર બંદર તરફના રુટમાં ટ્રાફિકને ટેકો આપી બંગાળની ખાડી અને અને વિશ્વના સૌથી વ્યસ્ત દરિયાઈ વેપાર કોરિડોરમાંના એક મલક્કા સ્ટ્રેટ તરફના માર્ગોમાં જહાજોને સેવા આપવા માટે પોર્ટ ઓફ રિફ્યુજ તરીકે અદાણી પોર્ટસ અને સેઝ બે સ્થળો નિયુક્ત કરશે. આ સુવિધાઓ વિશિષ્ટ ઉપકરણો અને પ્રશિક્ષિત પ્રતિભાવ ટીમો દ્વારા બચાવ અને ભંગાર દૂર કરવા, અગ્નિશામક, પ્રદૂષણ નિયંત્રણ અને કટોકટી સંકલન સેવાઓ પ્રદાન કરશે.
ભરપૂર વૈશ્વિક કુશળતા અને સંકલિત પ્રતિભાવ ક્ષમતા ધરાવતી આ પહેલને રોયલ બોસ્કાલિસ વેસ્ટમિન્સ્ટર N.V. (બોસ્કાલિસ)ના બચાવ અને કટોકટી પ્રતિભાવ વિભાગ, SMIT સાલ્વેજ અને મેરીટાઇમ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર (MERC) સાથે ત્રિપક્ષીય સમજૂતી કરાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. આ ક્ષમતા આંતરરાષ્ટ્રીય સુરક્ષા અને નુકસાન ભરપાઈ જૂથ (P&I) ક્લબ હેઠળ વૈશ્વિક દરિયાઈ જોખમ અને જવાબદારી માળખા સાથે સંરેખિત વીમાથી આરક્ષિત જહાજોને ટેકો આપશે.
અદાણી પોર્ટ્સના પૂર્ણકાલિન ડિરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી અશ્વિની ગુપ્તાએ જણાવ્યું હતું કે ભારતના દરિયાઈ સલામતી ઇકોસિસ્ટમને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ આ સીમાચિહ્નરૂપ કદમ છે, તેમણે કહ્યું હતું કે બંદરો અર્થતંત્રોને જોડે છે પરંતુ પોર્ટ ઓફ રિફ્યુજ જીવનનું રક્ષણ કરે છે. સમર્પિત PoR ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કરીને, અમે ભારતની દરિયાઈ તૈયારીને વધારી રહ્યા છીએ અને વિશ્વ-સ્તરીય દરિયાઈ સુરક્ષા માટે એક નવો માપદંડ નિર્મિત કરી રહ્યા છીએ. તેમણે ઉમેર્યું હતું કે વિશ્વ-સ્તરીય માળખાગત સુવિધાઓ વિશ્વ-સ્તરીય જવાબદારી સાથે અનુકૂલન સાધતી હોવી જોઈએ એવું અમારી કંપની માને છે.
શિપિંગના ડિરેક્ટર જનરલ શ્રી શ્યામ જગન્નાથનએ જણાવ્યું હતું કે આ શરુઆત ભારતની સામુદ્રિક તૈયારી અને આપત્તિના મુકાબલાની ક્ષમતાને સુદ્રઢ બનાવવાની દીશામાં એક અતિ આવશ્યક પગલું છે. પ્રમાણબધ્ધ પોર્ટ ઓફ રિફ્યુજ માળખું અપનાવવાથી દરિયાઈ દુર્ઘટનાઓ દરમિયાન વધુ સંકલિત અને સમયસર કાર્યવાહી શક્ય બનશે, જે જીંદગી, માલસામાન અને દરિયાકાંઠાના પર્યાવરણનું અસરકારક રક્ષણ સુનિશ્ચિત કરશે. તેમણે આ મહત્વપૂર્ણ ક્ષમતાને કાર્યરત કરવામાં ભૂમિકા અદા કરી સહિયારા પ્રયાસો માટે તમામ હિસ્સેદારોને બિરદાવ્યા હતા.
SMIT સાલ્વેજ (બોસ્કાલિસ) ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રિચાર્ડ જેન્સેનએ જણાવ્યું હતું કે અમે દરિયાઈ સુરક્ષા અને સામુદ્રિક પર્યાવરણની માવજતને સંગીન બનાવી રહ્યા છીએ સૌથી વધુ મહત્વની એવી ભારતના દરિયાકાંઠા અને સમાજનું સંયુક્ત રીતે રક્ષણ કરીએ છીએ. બચાવ કામગીરીમાં અકસ્માતગ્રસ્ત વ્યક્તિને આશ્રય બંદર (પોર્ટ ઓફ રિફ્યુજ) પૂરું પાડવું અતિમહત્વનું છે જેથી જહાજ અને તેના કાર્ગોનો ઝડપી અને વ્યાવસાયિક રીતે હલ થાય અને અસરગ્રસ્ત કાર્ગો અને અગ્નિશામક પાણીનો નિકાલ અમલમાં રહેલા કાયદા અનુસાર થાય તેની ખાતરી કરી શકાય. તેમણે ઉમેર્યું હતું કે ભારતના મુખ્ય સામુદ્રિક માર્ગો પર ઝડપી, સુરક્ષિત અને સંકલિત આપત્તિ વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવા માટે વૈશ્વિક શ્રેષ્ઠ બચાવ ક્ષમતા અને અનુભવ લાવવા માટે SMIT સાલ્વેજ ખુશ છે.
આંતરરાષ્ટ્રીય દરિયાઈ પ્રણાલિકાઓ સાથે સંરેખિત આ પહેલ સલામતી, પર્યાવરણીય સંરક્ષણ અને વૈશ્વિક શિપિંગ કોરિડોરમાં ભારતની ભૂમિકામાં વધારો કરે છે. ઔપચારિક પોર્ટ ઓફ રીફ્યુજ માળખું સ્થાપિત કરીને સંકટ સમયની પ્રતિકારક તૈયારી સુધારવા અને વૈશ્વિક દરિયાઈ વેપારમાં ભારતની સ્થિતિને મજબૂત બનાવવાનો APSEZ નો ઉદ્દેશ્ય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button