વ્યાપાર

અદાણી ટોટલ ગેસ (ATGL) એ ગ્રાહકલક્ષી સેવાઓમાં નવા સિમાચિહ્નો સર કર્યા

અદાણી ટોટલ ગેસ (ATGL) એ ગ્રાહકલક્ષી સેવાઓમાં નવા સિમાચિહ્નો સર કર્યા

ટેકનોલોજી, ડિજિટાઇઝેશન, NANO અને નવા બિઝનેસ વેન્ચર્સમાં નોંધપાત્ર પરિણામો

અદાણી ટોટલ ગેસ (ATGL) ગ્રાહકલક્ષી સેવાઓમાં સતત અભિવૃદ્ધિ કરી રહ્યું છે. વિતેલા એક વર્ષની વિકાસયાત્રામાં કંપનીએ શ્રેષ્ઠતા, નવીનતા અને ટકાઉપણામાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. ઉત્કૃષ્ટતા પામવાની ઉત્કંઠામાં કંપની સકારાત્મક પરિવર્તન ભણી આગેકૂચ કરી રહી છે. ટેકનોલોજી, ડિજિટાઇઝેશન અને ડેટા એનાલિટિક્સ, નવા બિઝનેસ વેન્ચર્સ, ઇ-મોબિલિટી અને LNG ફોર ટ્રાન્સપોર્ટ એન્ડ માઇનિંગ (LTM) તેમજ મૂલ્યવર્ધિત સેવાઓ પ્રદાન કરવા ATGL એ ભારે રોકાણ કર્યું છે

ટેકનોલોજી, ડિજિટાઇઝેશન અને ડેટા એનાલિટિક્સમાં ATGLએ સતત ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. ઓટોમેશન અને કાર્યક્ષમતા વૃદ્ધિ માટે NANO (નો ઓટોમેશન નો ઓપરેશન) અને સોલ ડિજિટલ ફેક્ટરી જેવી પહેલો શરૂ કરી છે જેના પરિણામે ઓપરેશન ઝડપી, સુરક્ષિત અને વધુ કાર્યક્ષમ બન્યા છે. માય અદાણી ગેસ એપ અને ક્લાઉડ-આધારિત IVRS સિસ્ટમે ગ્રાહકોની સંલગ્નતા અને સંતોષમાં વધારો કર્યો છે, જ્યારે ઈ-એનએફએ પોર્ટલ જેવી પહેલોએ આંતરિક પ્રક્રિયાઓને વધુ સુવ્યવસ્થિત કરી છે.

નવા બિઝનેસ વેન્ચર્સની વાત કરીએ તો, બાયો-બિઝનેસ સેક્ટરમાં પ્રવેશના નોંધપાત્ર પરિણામો મળ્યા છે. બરસાના બાયોગેસ પ્લાન્ટના પ્રથમ તબક્કાની પૂર્ણતા અને CBG ઉત્પાદનના સફળ પરીક્ષણો ટકાઉ ઉર્જા ઉકેલો તરફની અમારી સફરમાં નોંધપાત્ર સીમાચિહ્નો દર્શાવે છે. એટલું જ નહીં, ફીડસ્ટોક પ્રાપ્તિ અને મ્યુનિસિપલ સંસ્થાઓ સાથે ભાગીદારીએ કચરામાંથી ઊર્જા પહેલમાં તેને અગ્રણી સ્થાન આપ્યું છે.

ઇ-મોબિલિટી અને LNG ફોર ટ્રાન્સપોર્ટ એન્ડ માઇનિંગ (LTM)માં કંપનીના પ્રયાસોએ નોંધપાત્ર આકર્ષણ જમાવ્યું છે. પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ પરિવહનના વિદ્યુતીકરણ અને સ્વચ્છ ઇંધણ તરફના સંક્રમણમાં કંપની સક્રિયપણે યોગદાન આપી રહી છે. મોટા ઉદ્યોગો સાથેની ભાગીદારી અને નવીનતા પ્રત્યેની પ્રતિબદ્ધતા ગતિશીલ ભાવિને આકાર આપવાની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.

મૂલ્યવર્ધિત સેવાઓ પ્રદાન કરવા અને માળખાકીય વિકાસમાં ATGL એ ભારે રોકાણ કર્યું છે. ડીલર સ્ટેશનો પર લુબ્રિકન્ટ્સ અને F&B આઉટલેટના રોલ-આઉટથી લઈને ખાસ CNG સુવિધાઓ શરૂ કરવા સુધી ગ્રાહકલક્ષી અનુભવ અને ઓપરેશનલ શ્રેષ્ઠતા વધારવા કંપની સતત પ્રયત્નશીલ છે.

કંપનીની નીતિ સુધારણા અને ટકાઉ પર્યાવરણની હિમાયતના પ્રયાસોએ નોંધપાત્ર પરિણામો આપ્યા છે. પ્રાકૃતિક ગેસ અને રિન્યુએબલ એનર્જી સોલ્યુશન્સ અપનાવવાની હિમાયત કરતી વખતે પ્રોજેક્ટ વિજય અને મુન્દ્રા APSEZ પાઈપલાઈન રેગ્યુલરાઈઝેશન જેવી પહેલ ચલાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

માનવ સંસાધન અને વહીવટી પહેલોની વાત કરીએ તો, પ્રતિભાઓના સંવર્ધન અને કાર્ય માટે અનુકૂળ વાતાવરણને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા માટે કંપનીને ગોલ્ડન પીકોક એવોર્ડ જેવા પ્રતિષ્ઠિત પુરસ્કારોથી નવાજવામાં આવ્યું છે. ATGL લીડરશીપ સમિટ અને કર્મચારી જોડાણ કાર્યક્રમો જેવી પહેલો કર્મચારીઓની સુખાકારી અને વિકાસ પ્રત્યેના અમારા સમર્પણને પ્રતિબિંબિત કરે છે.

આરોગ્ય, સલામતી અને પર્યાવરણ (HSE) ATGLની સર્વોચ્ચ પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોમાનું એક છે. શૂન્ય જાનહાનિ અને સાઇટ સુપરવિઝન યર (SSY) તેમજ સમર્થન ઇવેન્ટ જેવી નવીન પહેલોના અમલીકરણ સલામતી પ્રત્યેની પ્રતિબદ્ધતાને પુરવાર કરે છે. ગ્રાહકો માટે મૂલ્ય બનાવવા અને ટકાઉ ભવિષ્યમાં યોગદાન આપવાની પ્રતિબદ્ધતામાં તે અડગ છે.

અદાણી ટોટલ ગેસ આટલાથી સંતોષ માનતું નથી. તે ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવો આપવા પ્રતિબદ્ધ છે. કંપનીની સિદ્ધિઓ અને પ્રગતિ ટીમના સખત પરિશ્રમ અને સમર્પણને માટેની અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો છે. ટકાઉ ભવિષ્યમાં યોગદાન આપવાના સંકલ્પમાં કંપની અડગ નિસ્ચય ધરાવે છે.

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button