આરોગ્ય

સુરતમાં કોરોના બાદ હાર્ટ ઇમર્જન્સીના કેસમાં વર્ષ માં 37%નો વધારો થયો

સુરતમાં કોરોના બાદ હાર્ટ ઇમર્જન્સીના કેસમાં વર્ષ માં 37%નો વધારો થયો

શહેર માં મહિનામાં શંકાસ્પદ મોત, પોસ્ટમોર્ટમનું તારણ ‘બ્લડ ક્લોટ’

 

સુરત શહેરમાં છેલ્લા 37 દિવસમાં 79 પુરુષ, 14 મહિલાના મૃત્યુ થયા

સુરત માં વિકાસ સાથે હેલ્થ બાબતે યુવાઓમાં સ્ટ્રેસ, લાઇફસ્ટાઇલ, અપૂરતી ઊંઘના લીધે બ્લડ ક્લોટથી હાર્ટ એટેક વધ્યા :તબીબો નિષ્ણાંતો….

સુરત શહેરમાં કોરાનો બાદ હાર્ટ ઇમરજન્સીના કેસમાં છેલ્લા એક વર્ષમાં 37 ટકાનો વધારો થયો છે. આ 108ના આંકડા મુજબ જો ગયા વર્ષે એપ્રિલ 2023માં હાર્ટ ઇમરજન્સી માટે ના 399 કોલ મળ્યા હતા, જે આ વર્ષે વધીને એટલે માર્ચ 2024માં 548 કોલ મળ્યા હોવાનો જણાવ્યું હતું .સુરત શહેરમાં જયારે ગરમી નું પ્રમાણ વાઘતા છેલ્લા એક મહિનામાં હાર્ટ એટેકના શંકાસ્પદ મૃત્યુ 92 નોંધાયા છે. આ બાબતે નવી સિવિલ હોસ્ટિપલ માં મૃતકોના પીએમ કરનારા ડોક્ટર લક્ષ્મણ તાહિલિયાનીએ જણાવ્યું હતું કે મોટા ભાગ કિસ્સા માં ‘90 ટકા હ્રદય ની મોટી ધમની સાથે જોડાયેલી નાની ધમનીઓમાં ચરબી કે લોહીના ગઠ્ઠા દર્દી ના જામી જતા લોહીનો પ્રવાહ બંધ થઈ જાય છે.’તેના કારણે મોત નીપજ્યું હોય તેવું નિષ્ણાંત ડોક્ટરોનું માનવામાં આવે છે એટલે કે બ્લડ ક્લોટ થાય છે …? જયારે સુરત માં અગાઉ 45થી વધુ ઉંમરના લોકોમાં આવું જોવા મળતું હતું આજે વિકાસ તરફ વઘતા જતા પ્રવાહ કારણે લોકો વધુ પડતું જીવન શૌલી બદલી નાખી છે આજે ગુજરાત માં સુરત સહીત રાજયમાં લોકોમાં સ્ટ્રેસ લાઇફસ્ટાઇલ ને અપૂરતી ઊંઘના કારણે યુવાઓમાં વધુ જોવા મળે છે…..?

સુરત માં કરેલા પોસ્ટમોર્ટમાં કેટલાક મૃતકોને હાર્ટ એટેક સાથે અન્ય બીમારી પણ હતી : તબીબ

સુરત સિવિલ હોસ્ટિપલ માં જે મૃતકોના પોસ્ટમોર્ટમ કર્યા છે, તેમાં મોટા ભાગે 90 ટકા કિસ્સામાં કોરોનરી આર્ટરી ફેટ જોવા મળ્યું છે, તેના કારણે એટેક વધ્યા છે. જયારે કેટલાક દર્દીને હિસ્ટ્રીમાં ડાયાબિટીસ, બીપીની બિમારી પણ જોવા મળી છે.: ડો. લક્ષ્મણ તાહિલિયાની, સીએમઓ, સિવિલ સુરત ,

જયારે સુરત શહેરમાં શ્વાસની તકલીફના 8590 કેસ સરકારી હોસ્ટિપલ નોઘાયા

મહિનો બ્રેથિગ કાર્ડિયાક

પ્રોબ્લેમ ડિસિઝ

એપ્રિલ-૨૩ 534    399

મે-23 605          382

જૂન-૨૩ 487      401

જૂલાઇ-૨૩ 656    467

ઓગસ્ટ-૨૩ 787   471

સપ્ટેમ્બર-23 773  520

ઓક્ટોબર-23 727 473

નવેમ્બર-23 722   509

ડિસેમ્બર-૨૩ 700 525

જાન્યુઆરી-૨૪ 833 534

ફેબ્રુઆરી-૨૪ 881 551

માર્ચ-24 885 548

કુલ ૮૫૯૦ – 5780

7 માર્ચે સૌથી વધુ 10 અને 27 માર્ચે 7 મૃત્યુ નોંધાયા

 

સુરત શહેરમાં ગત વર્ષે 108ને હાર્ટની સમસ્યાના 399 કોલ મળ્યા હતા, જે વધીને આ વર્ષે માર્ચ 2024માં 548 થઈ ગયા હતા તે ચિંતાકારક તબીબ ભાષામાં કહેવાય છે .

કસરત નિયમિત કરવા થી ફાયદો રહે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button