વ્યાપાર

FY’25 ના બીજા ત્રિમાસિકમાં અંબુજા સિમેન્ટ્સે સ્થિરપ્રદર્શન જાળવી રાખ્યું

FY’25 ના બીજા ત્રિમાસિકમાં અંબુજા સિમેન્ટ્સે સ્થિરપ્રદર્શન જાળવી રાખ્યું

વાર્ષિક ધોરણે વોલ્યુમમાં 9% વૃધ્ધિ સાથે 14.2 મિલિયન ટન

અમદાવાદ, ૨૮ ઓકટોબર ૨૦૨૪: . ભારતની સૌથી મોટી સિમેન્ટ અને બાંધકામ સામગ્રીઓની કંપનીમાંની એક અને વૈવિધ્યસભર અદાણી જૂથના એક અંગ બનેલી સૌથી વિશ્વસનીય લેગસી સિમેન્ટ બ્રાન્ડ અંબુજા સિમેન્ટ્સે નાણાકીય વર્ષ’25 ના બીજા ત્રિમાસિક અને પ્રથમ અર્ધ-વાર્ષિક સમયગાળા દરમિયાન નાણાકીય સ્થિરતા જાળવી રાખી હોવાની આજે નાણાકીય કામગીરીની આજે જાહેરાત કરી છે. કંપનીના આ પ્રદર્શનમાં વાર્ષિક ધોરણે વોલ્યુમમાં 9% વૃધ્ધિ સાથે 14.2 મિલિયન ટન થયું છે. છેલ્લા પાંચ વર્ષની બીજા ક્વાર્ટરની શ્રેણીમાં આ સૌથી વધુ વોલ્યુમ છે. વાર્ષિક ધોરણે ત્રિમાસિક આવક 1% વધીને રુ.7,516 કરોડ થઇ છે.જ્યારે ઓપરેટિંગ EBITDA રુ.1,111, મેટ્રિક ટન દીઠ Rs 780, સાથી વ્યવસાયોમાં સૌથી વધુ 1 EBITDA માર્જિન 4.8%: રોકડ અને રોકડ સમકક્ષ રુ.10,135 કરોડ નોંધાવી છે.: કં૫નીની નેટ વર્થ વધીને રુ. 59,916 કરોડે પહોંચી છે. આ તમામ હકારાત્મક પરિબળો ઉપરાંત સ્વસ્થ વોલ્યુમ વૃદ્ધિ, કામગીરીના વધતા વ્યાપ, હસ્તગત કરેલ અસ્કયામતોનું મૂલ્ય નિષ્કર્ષણ, ખર્ચાઓ સંબંધી કામગીરી માટે સક્ષમ નેતૃત્વ, કામકાજની કાર્યક્ષમતામાં સુધારો અને જૂથ સમન્વયના મજબૂત ટેકાથી નાણાકીય સ્થિરતા જાળવવામાં આવી છે.

અંબુજા સિમેન્ટસના પૂર્ણકાલિન ડિરેક્ટર અને સી.ઇ.ઓ. શ્રીઅજય કપૂરે જણાવ્યું હતું કે અમારી વૃદ્ધિની બ્લુપ્રિન્ટ સાથે જોડાયેલા કાર્યક્ષમતામાં નવા કિર્તીમાન સ્થાપવા માટે સંરેખિત અન્ય પરિબળો સાથે સતત પ્રદર્શન જાળવી રાખવાનો આનંદ છે. ઓરિએન્ટ સિમેન્ટના રૂ. 8,100 કરોડના ઇક્વિટી મૂલ્ય પર 46.8% શેરના સંપાદનના સફળ સોદા બાદ અમે આ નાણાકીય વર્ષના અંત સુધીમાં 100 MTPA ક્ષમતા હાંસલ કરવા માટે સજ્જ છીએ.

IRENA (ઇન્ટરનેશનલ રિન્યુએબલ એનર્જી એજન્સી)ની પહેલ એલાયન્સ ફોર ઇન્ડસ્ટ્રી ડેકાર્બોનાઇઝેશન (AFID)માં જોડાનાર અંબુજા સિમેન્ટ્સ વિશ્વની પ્રથમ સિમેન્ટ કંપની બની છે. મેટ્રિક ટન દીઠ ઓપરેટિંગ કોસ્ટ રૂ. 4,497 જે વાર્ષિકધોરણે ગણતા મેટ્રિક ટન દીઠ 4% લેખે રૂ. 184 નો સુધારો દર્શાવે છે. ત્રિમાસિકમાં EPS રૂ. 1.85 રહ્યો હતો.

તેમણે ઉમેર્યું હતું કે ઈકોનોમિક્સ ટાઈમ્સ દ્વારા અંબુજાને ‘ભારતની આઈકોનિક બ્રાન્ડ્સ 2024’માં માન્ય ગણવામાં આવી છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button