ભાજપની કોર્પોરેટર દર્શની કોઠીયા ની આગોતરા જામીન સામે પોલીસે એફિડેવિટ રજૂ કરી

- ભાજપની કોર્પોરેટર દર્શની કોઠીયા ની આગોતરા જામીન સામે પોલીસે એફિડેવિટ રજૂ કરી
- ગાંધીનગર સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન પર ઓર્ડર સાંજ સુધીમાં
સુરત મહાનગરપાલિકા માં ભાજપ ની વોર્ડ નંબર 18 ની કોર્પોરેટર અને આરોગ્ય સમિતિની પૂર્વ ચેરમેન દર્શીનીબેન કોઠીયા સામે ગાંધીનગર સેક્ટર 21 માં ગત દિવસોમાં લાખો રૂપિયાની છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાયા બાદ તેમણે ગાંધીનગર સેશન્સ કોર્ટમાં પોલીસ પોતાની ધરપકડ ન કરે એવી દહેશત સાથે એક આગોતરા જામીન અરજી કરી હતી. જોકે પોલીસે તેમને આગોતરા જામીન ન મળે તેને માટે એક એફીડેવિટ પણ કોર્ટમાં રજૂ કરી હતી. બંને પક્ષોની દલીલો બાદ સાંજ સુધીમાં દર્શનીબેન કોઠીયા ની આગોતરા જામીન ઉપર ગાંધીનગર સેશન્સ કોર્ટ ઓર્ડર કરશે એવું પોલીસ ઇન્સ્પેક્ટર વિરેન્દ્ર ખેરે પ્રતાપ દર્પણ સાંધ્ય દૈનિક ના સંવાદદાતા ને એક ટેલિફોનિક વાતચીત માં જણાવ્યું હતું. ફરિયાદી અને પ્રદેશ ભાજપ ના સહપ્રવક્તા ડોક્ટર શ્રદ્ધા રાજપૂતે ગાંધીનગર સેક્ટર 21 માં નોંધાવેલી ફરિયાદને ટાંકીને પોલીસ ઇન્સ્પેક્ટર વીરેન્દ્ર ખેરે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ ભાજપની મહિલા અગ્રણી ડોક્ટર શ્રદ્ધા રાજપુત સાથે મિત્રતા, ગરોબો સંબંધ રાખી અને મીઠી મીઠી વાતો તથા દુઃખ દર્દની વાતો કરીને રૂપિયા પાંચ લાખ ઉસેટી લીધા હતા. જેની સામે સુરત મહાનગરપાલિકાના ભાજપના કોર્પોરેટર દર્શિનીબેન કોઠીયા એ સામે બે ચેક આપ્યા હતા. નિયત સમયમાં આ બંને ચેકો બેંકમાં ડિપોઝિટ કરાવતા ચેક રિટર્ન થયા હતા. ત્યારબાદ ડોક્ટર શ્રદ્ધા રાજપૂતે ગાંધીનગર સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં દર્શનની બેન કોઠીયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.