લાઈફસ્ટાઇલ
આરંભોત્સવ 24: આરંભ ડાન્સ સ્ટુડિયો એન્ડ ઇવેન્ટ્સના 11માં વર્ષની ઉજવણી

Suart News: ડાન્સ અને ફેશન સાથે “આરંભોત્સવ 24″નું આયોજન ટાગોર હોલ, પાલડી, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું. કથક એક્સપર્ટ વૈશાલી ત્રિવેદી આ પ્રસંગે ચીફ ગેસ્ટ હતા. ખાસ મહેમાનોમાં ખેતી બેન્કના ચેરમેન ડોલર કોટેચા, અમદાવાદ ધારાસભ્ય સંજય કોરડીયા, ટુરીઝમ મંત્રી મુળુભાઈ બેરા, એન્ટરપ્રિન્યોર ચિરંજીવ પટેલ, ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ નિરવ દેસાઈ, આઈએએસ અધિકારી રાહુલ ગુપ્તા અને સોશિયલિસ્ટ અને પૂર્વ દુરદર્શન ડાયરેક્ટર રૂપા મહેતા હાજર રહ્યા હતા.
કાર્યક્રમમાં કથક, સેમી-ક્લાસિકલ અને લોકનૃત્ય સહિતના વિવિધ ડાન્સ શૈલીઓ સાથે ફેશન શો પણ યોજાયો. ડિઝાઈનર નિઝર્રી દેસાઈ, જેમણે 20 વર્ષથી કથક નૃત્યની તાલીમ લીધી છે અને 15 વર્ષથી મૌર્ય બૂટીક સાથે જોડાયેલા છે, તેમના દ્વારા ડાન્સ પર્ફોર્મન્સ રજૂ કરાયું. આ કાર્યક્રમમાં વિવિધ પર્ફોર્મન્સ માટે ડિઝાઈનરના કામને પણ બેહદ પ્રશંસા મળ.