જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

સુરતઃ શનિવારઃ- સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.
જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ કહ્યું કે, દિવાળીના તહેવારોમાં એના ગામની આજુબાજુના વિસ્તારોમાં વિદેશોમાંથી એન.આર.આઈ.ઓ વધુ પ્રમાણમાં આવતા હોય પોલીસ પેટ્રોલીંગ વધારવાની રજુઆત સંદર્ભે કલેકટરશ્રીએ પોલીસ વિભાગને સધન પેટ્રોલીંગ કરવાની સુચના આપી હતી.
કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર તથા રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોચાડવા માટે વિકસીત ભારત સંકલ્પયાત્રા ચાલી રહી છે. ગામમાં કોઈ પણ લાભાર્થી સરકારની યોજનાઓના લાભોથી વંચિત ન રહે તે માટે સૌને સાથે મળીને કાર્ય કરવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત સીકલસેલ એનિમિયાનો કેમ્પ થાય તેમજ સેવા સેતુ, આધારકાર્ડના સુધારા-વધારા થાય તે અંગેની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. આગામી સમયમાં યોજાનારા કૃષિ મહોત્સવમાં ખેડુતોને મળનારા લાભોની એન્ટ્રી સમયસર થાય તે જરૂરી છે. આગામી લોકસભાની ચુંટણી સંદર્ભે ચાલી રહેલી મતદાર યાદી સુધારણામાં વધુમાં વધુ લોકો લાભ લે તે માટે કાર્ય કરવા જણાવ્યું હતું. બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી વાય.બી.ઝાલા તથા વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.