રક્ષાબંધનના પવિત્ર પર્વે સિટીલીંક ની BRTS તેમજ સિટી બસોમાં બહેનો અને તેમના ૧૫ વર્ષ સુધીના બાળકો ફ્રી મુસાફરી કરી શકશે

રક્ષાબંધનના પવિત્ર પર્વે સિટીલીંક ની BRTS તેમજ સિટી બસોમાં બહેનો અને તેમના ૧૫ વર્ષ સુધીના બાળકો ફ્રી મુસાફરી કરી શકશે
સુરત મહાનગરપાલિકાનાં જાહેર પરિવહન સમિતિનાં અધ્યક્ષના સૂચનથી તા.૦૯/૦૮/૨૦૨૫ ના રોજ રક્ષાબંધનના પવિત્ર પર્વે સિટીલીંક ની BRTS તેમજ સિટી બસોમાં બહેનો અને તેમના ૧૫ વર્ષ સુધીના બાળકો ફ્રી મુસાફરી કરી શકશે.
નોંધનીય છે કે, સુરત મનપા દ્વારા જાહેર પરિવહન સેવાના ભાગરૂપે શહેર તથા આજુ-બાજુ વિસ્તારમાં BRTS અને સિટી બસની સુવિધા રાહત દરે પૂરી પાડવામાં આવી રહી છે. ભારતના સૌથી લાંબા ૧૦૮ કિમીના ડેડીકેટેડ BRTS કોરિડોર મારફત વિવિધ ૧૩ રૂટ પર ૩૬૭ BRTS બસ કાર્યરત છે. વિવિધ ૪૫ સિટી બસ રૂટ પર ૩૭૮ બસનું સંચાલન કરવામાં આવે છે અને હાલમાં કુલ-૪૫૨ કિમીના રૂટ ઉપર સિટી બસ સેવા કાર્યરત છે. દૈનિક ધોરણે આશરે ૨ લાખથી વધુ મુસાફરો લાભ લે છે.
રક્ષાબંધનના દિવસે શહેરની તમામ બહેનોને ફ્રી મુસાફરીનો વધુને વધુ લાભ લેવા સુરત મનપા દ્વારા અનુરોધ છે.